જગત સામે ફાંફાં મારીએ તો ત્રણ કાળમાં કયાંય કલ્યાણ ના થાયઃ પૂ.રામજીબાપા
ગોધમજીમાં શ્રીમદ્દ જેસીંગબાપા સાક્ષાત્કાર દિન નિમિતે સત્સંગ મેળાવડો
મોડાસા, ઇડર તાલુકાના ગોધમજીમાં શ્રીમદ્દ જેસીંગબાપા સાક્ષાત્કાર દિન નિમિતે સત્સંગ મેળાવડો યોજાયો હતો.જેમાં પરમ પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી)એ સાક્ષાત્કાર દિન નિમિત્તે અમૃત વચનો નું પાન કરાવતા જણાવ્યું કે જગત સામે ફાંફાં મારીએ તો ત્રણ કાળમાં કયાંય કલ્યાણ ના થાય.. સીતારામ બોલીએ એટલી વાર ચિત રામમાં રહે છે કે પછી પણ રહે છે . એ આપણે વિચાર કરવો પડે. સાક્ષાત્કાર એટલે આપણો સાક્ષાત શંભુનો અવતાર છે એવા સાક્ષાત્કારી સત્પુરુષ મળ્યા એના આશરે આજે આપણે બધા બેઠા છીએ.વર્તમાનમાં જે આપણને માલ્યા એ સદગુરુ કહેવાય.
પૂજ્ય રામજીબાપા,પૂજ્ય શાસ્ત્રીજી તથા મોટી સંખ્યામાં સંતો હાજર રહી મુમુક્ષઓને સત્સંગ નો લાભ મુમુક્ષુઓને આપ્યો હતો. સંવત ૨૦૦૪ ને માગશર વદ સાતમ એટલે શ્રીમદ જેસીંગ બાપાનો સાક્ષાત્કાર દિન હતો ધન્ય દિવસ, ધન્ય ઘડી,ધન્ય ક્ષણ. જ્યારે આપણે શ્રીમદ જેશિંગબાપા બાવજી સ્વરૂપે મળ્યા. માત્ર બે વાર શ્રીમદ જેસીંગ બાપા શ્રીમદ્દ રામજીબાપા(લક્ષ્મીપુરા) ને મળેલા અને સમાગમ કરેલો. મોટા બાવજી ને પોતાના કલ્યાણ માટે પૂછેલુ તો મોટા બાવજીએ કહેલ કે જ્યાં રામલાનું વચન છે રામલો તારા ચિત્તમાં બેઠો તો પડદો તોડવાનો તોડવાનો ને તોડવાનો એમ કહી ઉત્સાહ આપ્યો.
શ્રીમદ જેશીંગ બાપા શ્રીમદ રામજીબાપા ને મળવા નીકળ્યા તો સામેથી ચોરિવાડ ગામના મુમુક્ષુ ભાઈઓ આવતા મળ્યા અને શ્રીમદ્ રામજી બાપાના નિર્વાણ પામ્યા ના સમાચાર આપ્યા અને તેમના અગ્નિસંસ્કાર પણ થઈ ગયા હોવાની વાત કરી ત્યારે શ્રીમદ જેસીંગબાપા વિરાહગ્નિ સાથે પરત ફર્યા પરંતુ તેઓના મનમાં એક જ રટણ હતી. મને મળ્યા કેમ નહીં? આવા વિચાર સતત શ્રીમદ જેસીંગ બાપાના મનમાં ફર્યા કરતા.
શ્રીમદ રામજી બાપાએ વચન આપેલું હતું તો મને મળ્યા કેમ નહીં મળવાનું કહ્યું હતું. આવા વિચારની વિરહાગ્નીમાં તપતા રહેલા મોટા બાવજીના નિર્વાણ દિવસથી ૨૪માં દિવસે શ્રીમદ્દ જેશિંગબાપાને સાક્ષાત્કાર થયેલો. પરણાવેલી દીકરીને બીજી દ્રષ્ટિ ના થાય એમ આપની દ્રષ્ટિ સદગુરુ મળ્યા પછી સ્થિર થવી જોઈએ. તો સાક્ષાત્કાર ખરો.બાવજીએ લખ્યું છે કે આ જ્યાં ત્યાં તણાઈ જવાનો,રખડવાનો માર્ગ નથી, ઠરવાનો માર્ગ છે. આપણેને જે સદગુરુ મળ્યા એમના બોધ વચન પ્રમાણે આપણું જીવન થાય તો આપણા નેણ ને વેણ બદલાઈ જાય આપણને સદગુરુ મળ્યા અને જો આપણે જગત સામે ફોફા મારીએ તો ત્રણ કાળ માં કલ્યાણ ના.