ટારેન્ટ પાવરના નકલી અધિકારીએ મહિલાને ઠગી
અમદાવાદ શહેરમાં ફરી એકવાર છેતરપિંડીનો કિસ્સા સામે આવ્યો
એક નકલી ઓફિસરે વૃદ્ધ મહિલાને પોતાની જાળમા ફસાવીને બેન્ક એકાઉન્ટમાંથી ૬ લાખ રૂપિયા ઉપાડી લેતા ચકચાર મચી છે
અમદાવાદ, અમદાવાદમાંથી એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે, શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી એક વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી થયાની ઘટના ઘટી છે. એક નકલી ઓફિસરે વૃદ્ધ મહિલાને પોતાની જાળમા ફસાવીને બેન્ક એકાઉન્ટમાંથી ૬ લાખ રૂપિયા ઉપાડી લેતા ચકચાર મચી છે, હાલમાં આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં ફરી એકવાર છેતરપિંડી અને ફ્રાડના કિસ્સા વધતા હોવાનું સામે આવ્યુ છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પાસેથી એક ગઠીયાએ ૬ લાખની છેતરપિંડી કરી છે, ખરેખરમાં વાત એમ છે કે, નવરંગપુરાની ૬૨ વર્ષીય મહિલાને એક અજાણી વ્યક્તિ મળ્યો હતો, જેને પોતાની ઓળખ ટારેન્ટ પાવરના અધિકારી તરીકે આપી હતી, બાદમાં આ નકલી ટારેન્ટ પાવરના અધિકારીએ વૃદ્ધ મહિલાને વાટ્સએપ કાલ મારફતે ઠગી હતી.
વાટ્સએપ કાલ કરીને તેને મહિલાના મોબાઇલનો એક્સેસ મેળવી લીધો હતો, મહિલાના ખાતામાંથી પર્સનલ લાન એપ્રૂવ કરાવીને આ તમામ રૂપિયા ૬ લાખ તેને મહિલાના બેન્ક ખાતામાંથી ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે વૃદ્ધ મહિલાને જાણ થઇ કે તેની સાથે ફ્રાડ થયુ છે ત્યારે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડપતિ ચોરની ધરપકડ કરી હતી. હિતેષ જૈન નામના આરોપી પાસે ૩૦થી વધુ ચોરેલી એક્ટિવા મળી આવી હતી.
હિતેષે ચોરી કરેલી આ એક્ટિવા પિરાણા પાસેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે હિતેષ જૈન કરોડો રૂપિયાનો માલિક છે. આરોપી પાસે બે મકાન છે જેમાંથી એક મકાનની કિંમત એક કરોડ ૨૦ લાખ છે જ્યારે બીજા મકાનની કિંમત ૮૦ લાખ રૂપિયા છે. હિતેષ એકથી બીજા સ્થળે જવા માટે ડુપ્લિકેટ ચાવીની મદદથી એક્ટિવાની ચોરી કરતો હતો. બાદમાં તેના સ્પેર પાર્ટ્સને વેચી મારતો હતો.
અગાઉ પણ ૧૦૦થી વધુ ચોરેલી એક્ટિવા સાથે તેની ધરપકડ કરાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે માહિતીના આધારે દાણીલીમડા પીરાણા સાઈટ પાસે એક ખુલ્લા મેદાનમાંથી હિતેષ જૈન નામનાં યુવકને જથ્થાબંધ એક્ટીવા સાથે પકડી પાડ્યો હતો. આરોપી શાહીબાગ વિસ્તારમાં બે મકાન ધરાવે છે જેમાં એક મકાનની કિંમત ૧ કરોડ ૨૦ લાખ આસપાસ છે જ્યારે અન્ય મકાનની ૮૦ લાખ આસપાસ થાય છે.
છતાં પણ તેને ફરવા માટે વાહનની જરૂર હોય અને તે કોઈ કામધંધો કરતો ન હોવાથી જ્યાં એક્ટીવા દેખાય ત્યાંથી ડુપ્લીકેટ ચાવીથી એક્ટીવા ચોરી કરતો અને ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે તેના કબ્જામાંથી ૩૦ એક્ટીવા કબ્જે કરી છે જે તેણે અમદાવાદ, ગાંધીનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હતી. પકડાયેલો આરોપી વર્ષ ૨૦૧૬ થી વાહન ચોરીની વૃત્તિ સાથે જોડાયેલો છે. તેને એક મકાનનું દર મહિને ૧૨ હજાર રૂપિયા ભાડુ પણ આવે છે છતાં તે આ ગુના આચરતો હતો. અગાઉ તે ૧૦૦ થી વધુ એક્ટીવા ચોરીના ગુનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચૂક્યો છે.
જોકે જેલમાંથી છૂટ્યા બાદ ફરી તે આ જ કામ શરૂ કરી દેતો. માત્ર ૩ મિનિટમાં આ આરોપી કોઈ પણ એક્ટીવાને ચોરી કરી ફરાર થઈ જતો હતો. આરોપી પત્ની સાથે અણબનાવ થતા તેની પત્ની અને બાળકો અલગ રહે છે અને તે માત્ર માતા સાથે કરોડોના ફ્લેટમાં રહે છે.
આ આરોપી અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલી એક્ટિવા પીરાણા પાસે ખુલ્લા મેદાનમાં મુકી હતી. જેમાંથી બેટરી સહિતના સાધનો કાઢી પણ વેચતો હતો. આરોપીને કોઇ પણ વિસ્તારમાં જવુ હોય તેની આસપાસ પાર્ક કરેલી એક્ટીવા ચોરી કરી તેમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પૂરૂ થતા તે એક્ટીવા અવાવરૂ જગ્યાએ મુકી ત્યાંથી અન્ય એક્ટીવાની ચોરી કરતો હતો. તેણે આજ સુધી ચોરી કરેલી કોઈ પણ એક્ટિવા કોઈને વેચતો નહોતો.