Western Times News

Gujarati News

કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા મળી

૨૦૧૭ માં ઊંટડીના દૂધનું સંગ્રહ શરૂ કર્યું

ઊંટડીનું દૂધએ સામાન્ય માણસો માટે આરોગ્યની દ્રષ્ટિએ અને ઊંટ ઉછેરકોના આર્થિક તેમજ સામાજિક હિતાર્થે ખૂબ જ ઉપયોગી છે

કચ્છ, ઊંટડીના દૂધને તેના સ્વાસ્થય લાભોને ધ્યાનમાં રાખીને સફેદ સોનું કહેવામાં આવે છે. ‘ભારતમાં સૌ પ્રથમ વખત ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેટ સરહદ ડેરીને મળ્યું છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ છે. ઊંટડીના દૂધને તેના સ્વાસ્થય લાભોને ધ્યાનમાં રાખીને સફેદ સોનું કહેવામાં આવે છે.

ચાંદ્રાણી સ્થિત સરહદ ડેરી ના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે ‘રાજસ્થાન રાજ્ય બીજ અને ઓર્ગેનિક સર્ટીફિકેશનએજન્સી’ GCMMFના ચીફ સર્ટિફિકેશનઓફિસર રાજેન્દ્ર નૈનાવત દ્વારા રૂબરૂ કેમલ મિલ્ક ઓર્ગેનિક તરીકેનું પ્રમાણિત સર્ટિફિકેટ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલ ને આપવામાં આવ્યું. જે સમગ્ર ભારતમાં પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને મળ્યું છે જે સમગ્ર કચ્છ માટે ગૌરવ ની વાત છે.

વર્ષ ૨૦૧૩ માં, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું તેથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ ૨૦૧૭ માં ઊંટડીના દૂધનું સંગ્રહ શરૂ કર્યું. ૨૦૧૯ માં ભારતનો પ્રથમ ઉંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લાખોંદ ખાતે શરૂ કરેલ. સરહદ ડેરીએ ૨૦૧૭થી ૧.રાપર ચિલિંગ સેન્ટર ૨.નખત્રાણા ચિલિંગ સેન્ટર ખાતે માત્ર ૩૦૦ લિટર/દિવસ સાથે સંગ્રહ શરૂ કર્યો, જે હાલમાં ઊંટડીનું દૂધ ૩૫૦૦ -૪૦૦૦ લિટર પ્રતિ દિવસ પ્રમાણે -રાપર, નખત્રાણા, રાજપર, કોટડા આથમણા, દયાપર ખાતે એકત્રીકરણ કરવામાં આવે છે.

ઊંટડીના દૂધના ઔષકીય ગુણધર્મો જેમ કે ઊંટડીના દૂધમાં મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિન, વિટામિન ‘સી’ હોવાથી તથા ઓછા ફેટ ના કારણે ઊંટડીના દૂધ નું સેવન કરવાથી બ્લડપ્રેશર, ટી.બી, કેન્સર, પેટના દર્દો માટે ખુબજ ફાયદા કારક છે. ઊંટડીનું દૂધએ સામાન્ય માણસો માટે આરોગ્યની દ્રષ્ટિએ અને ઊંટ ઉછેરકોના આર્થિક તેમજ સામાજિક હિતાર્થે ખૂબ જ ઉપયોગી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.