Western Times News

Gujarati News

અયોધ્યામાં કોઈના લગ્ન કે શ્રાદ્ધ છે? : કૌશલેન્દ્ર કુમાર

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાના સ્વાગતની પૂરજાેશમાં તૈયારી ચાલી રહી છે અને ૨૨મી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના પર પર રાજનીતિ અને નેતાઓની નિવેદનબાજી થઈ રહી છે ત્યારે આને લઈને જેડીયુ સાંસદ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.

રામ મંદિરના ભવ્ય નિર્માણ બાદ હવે થોડા દિવસો બાદ જ રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેમાં અનેક મહાનુભવોની ઉપસ્થિતિ રહેવાની છે જેઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે ત્યારે આમંત્રણને લઈને રાજકારણ શરુ થઈ ગયું છે અને અનેક રાજકીય પાર્ટીઓ તેમજ નેતાઓ દ્વારા કેટલાક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે જેનાથી વિવાદ ઉભો થાય છે.

આવું જ એક વિવાદિત નિવેદન જેડીયુ સાંસદ કૌશલેન્દ્ર કુમારે આપ્યું છે જેમાં તેમણે આમંત્રણને લઈને કહ્યું હતું કે તેઓ શા માટે આમંત્રણ આપી રહ્યા છે શું કોઈના પુત્રના લગ્ન થઈ રહ્યા છે કે કોઈના પિતાનું શ્રાદ્ધ છે? જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જાે કોઈ તેના પર કબજાે કરવા માંગે છે તો તે થશે નહીં તેમ તેમણે અંતમાં કહ્યું હતું.

જેડીયુ સાંસદ કૌશલેન્દ્ર કુમારના વિવાદાસ્પદ નિવેદન પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘મૂર્ખ હંમેશા મૂર્ખની જેમ બોલશે. તે પોતે મૂર્ખ છે. આમંત્રણ એ સન્માનના પત્ર છે જેમાં કોઈને આમંત્રિત કરવામાં આવે છે. ભગવાન રામ સાથે સંબંધિત ભવ્ય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

અમે નાના કાર્યો માટે આમંત્રણ મોકલીએ છીએ. જાે જ્ઞાન ન હોય તે મૂર્ખ હંમેશા આવી ભાષાનો પ્રયોગ કરે છે. તેમણે તેમની મૂર્ખતા પોતાની પાસે જ રાખવી જાેઈએ. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.