મોદી પાસે લક્ષદ્વીપ જવાનો સમય છે તો મણિપુર માટે કેમ નહીં
નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં ભારત જાેડો ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે આગામી ૧૪ જાન્યુઆરીથી ભારત જાેડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને ૧૫ રાજ્યોમાંથી પસાર થશે.
આ દરમિયાન જ કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પીએમ મોદી સામે નિશાન તાકતાં અત્યાર સુધી મણિપુર ન જવા સામે સવાલો ઊઠાવ્યા હતા. તેમણે તીખા પ્રહાર કરતાં કહ્યું કે પીએમ મોદી પાસે લક્ષદ્વીપ જવાનો સમય છે પણ મણિપુર જઈને જરૂરિયામંદ અને હિંસાપીડિતોને મળવાનો કે તેમને સમજાવવાનો સમય નથી.
પીએમ મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની યાત્રા જનજાગૃતિ માટે છે. શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવા વિશે ખડગેએ કહ્યું કે જે સાંસદો શાંત હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી. વિપક્ષને તેની વાત રજૂ કરવાની તક પણ ન અપાઈ SS2SS