વિશાલ મલ્હોત્રાના ધમંડે કરિયર બરબાદ કરી નાખ્યુ ??
અમૃતા રાવનો ઓનસ્ક્રીન હીરો હતો
વિશાલ મલ્હાત્રાએ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું કામ કર્યું કે તે ઘર-ઘરમાં પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યો
મુંબઈ,ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો જેણે બંને જગ્યાએ પોતાના કામથી ઘણા દિલ જીતી લીધા. શરારત, હિપ હિપ હુરે અને ક્યા મસ્ત હૈ લાઈફ જેવા ઘણા શોમાં જોવા મળેલ આ અભિનેતા જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે તેણે પોતાના પાત્રથી સાબિત કર્યું કે તેની પાસે અભિનય પ્રતિભાની કોઈ કમી નથી. પરંતુ તેના ઘમંડે અભિનેતાની કારકિર્દી તબાહ કરી દીધી. જાણો કોણ છે તે લોકપ્રિય અભિનેતા?
ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો બનેલા આ અભિનેતાએ નાના પડદાથી જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ ટીવી શો હોસ્ટ કરવાની સાથે તેણે ઘણી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે જાણીતો એક્ટર બીજો કોઇ નહીં પરંતુ વિશાલ મલ્હાત્રા છે, શાહિદ કપૂર-અમૃતા રાવની ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’માં મમ્બોનું પાત્ર ભજવીને તે લોકોનો ફેવરિટ બન્યો હતો.
તે સમયે તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે હતી. પરંતુ એક નાની ભૂલે તેનું કરિયર એટલું બગાડ્યું કે તેને ૧૨ વર્ષ સુધી કામ ન મળ્યું. વિશાલ મલ્હાત્રાએ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું કામ કર્યું કે તે ઘર-ઘરમાં પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યો. પરંતુ અમૃતા અને શાહિદ કપૂરની ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’માં મેમ્બોનું પાત્ર ભજવ્યા બાદ તે મેકર્સની પણ પહેલી પસંદ બની ગયો હતો. તેણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ફિલ્મમાં શાહિદ અને અમૃતા સાથે કામ કર્યા બાદ તે એટલો પોપ્યુલર થયો કે તેની પાસે ફિલ્મોની કતાર લાગી ગઈ.
તેણે ૧૨ વર્ષ સુધી આવા જ પાત્રો ભજવ્યા, પરંતુ પછી અચાનક કંઈક એવું થયું કે તેની કારકિર્દીનો ગ્રાફ નીચે આવતો ગયો. વિશાલે તેના એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે એક જ પ્રકારનું પાત્ર ભજવ્યા બાદ તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે આ પ્રકારના રોલ નહીં કરે અને આ રીતે તેણે એક પછી એક અનેક રોલ રિજેક્ટ કરવાનું શરૂ કર્યું. થયું એવું કે નિર્માતાએ તેને કામ આપવાનું બંધ કરી દીધું હતું.
તે પોતાને મોટો સ્ટાર માનવા લાગ્યો હતો અને તેના આ ઘમંડે તેની કારકિર્દી બરબાદ કરી દીધી. આ પછી તેને ૧૨ વર્ષ સુધી કામ ન મળ્યું. નોંધનીય છે કે, ૧૨ વર્ષ સુધી રાહ જોયા બાદ વિશાલ ઘણા નિર્દેશકોને મળ્યો. કેટલાકે તેનું ખૂબ અપમાન પણ કર્યું. પરંતુ બેક ટુ બેક ઓડિશન આપ્યા બાદ આખરે તેને ફિલ્મ ‘તુ હૈ મેરા સન્ડે’માં કામ કરવાની તક મળી, જે પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી તેને્્ સિરીઝમાં કામ કરવાની તક મળી. હવે વિશાલ દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા છે. આ સાથે તેણે પોતાની એડવર્ટાઈઝિંગ એજન્સી પણ ખોલી. અભિનેતા છેલ્લા ઘણા સમયથી ગુમનામ જીવન જીવી રહ્યો છે.ss1