લગ્ન પહેલાં સિદ્ધાર્થએ કિયારા માટે રાખ્યું હતું કરવા ચોથનું વ્રત?
સિદ્ધાર્થ મલ્હાત્રાએ કર્યો ખુલાસો
ઈન્ટરવ્યુમાં શિલ્પા શેટ્ટીએ પણ એક રસપ્રદ ખુલાસો કર્યો છે, તેને કહ્યું કે શૂટિંગ દરમિયાન તેને ખબર ન હતી કે સિદ્ધાર્થના લગ્ન થઈ ગયા છે
મુંબઈ, સિદ્ધાર્થ મલ્હાત્રા અને કિયારા અડવાણી બોલિવુડના લવિંગ કપલમાંથી એક છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવાની એક પણ તક છોડતા નથી. ફેન્સ પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. હાલમાં એક્ટર તેની એપકમિંગ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સને લઈને ચર્ચામાં છે. આ સિરીઝમાં તેની સાથે વિવેક ઓબેરોય પણ જોવા મળશે. આ દરમિયાન વિવેકે સિદ્ધાર્થ વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે.
બોલિવુડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં વિવેક ઓબેરોયે સિદ્ધાર્થ મલ્હાત્રાના ખૂબ વખાણ કર્યા હતા. આ દરમિયાન તેને જણાવ્યું કે કેવી રીતે સિદ્ધાર્થ તેના પાત્ર અને તેના શો માટે ડેડિકેટેડ રહે છે. આ દરમિયાન વિવેકે એક કિસ્સો પણ શેર કર્યો હતો. તેને કહ્યું કે- ‘એક દિવસ સિદ્ધાર્થ સેટ પર ભૂખ્યો હતો. મને લાગ્યું કે કદાચ તે કરવા ચોથનો ઉપવાસ કરી રહ્યો હતો, પણ તેને આ ઉપવાસ યુનિફોર્મ માટે રાખ્યો હતો.
વિવેકના આ નિવેદન પર સિદ્ધાર્થે પણ પ્રતિક્રિયા આપી હતી. તેના જવાબમાં તેને કહ્યું- તે સમયે મારા લગ્ન થયા ન હતા. તેના પર વિવેકે પણ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો, ‘કદાચ તમે તેને અગાઉથી રાખવા માગતા હોવ.’ આ ઈન્ટરવ્યુમાં શિલ્પા શેટ્ટીએ પણ એક રસપ્રદ ખુલાસો કર્યો છે.
તેને કહ્યું કે શૂટિંગ દરમિયાન તેને ખબર ન હતી કે સિદ્ધાર્થના લગ્ન છે. એક્ટ્રેસે જણાવ્યું કે- ‘હું નિર્દેશક રોહિત શેટ્ટી પાસે ગઈ અને પૂછ્યું કે શું સિદ્ધાર્થના લગ્ન છે, તો રોહિતે જવાબ આપ્યો કે… તેને અમને કહ્યું નથી’. પરંતુ સિદ્ધાર્થે ખુલાસો કર્યો કે સેટ પર માત્ર રોહિત અને વિવેક જ હતા. માત્ર તેને જ તેના લગ્નની ખબર હતી. ઈન્ડિયન પોલીસ ફોર્સની વાત કરીએ તો આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હાત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પોલીસના રોલમાં જોવા મળશે. આ સીરિઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર ૧૯ જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે.ss1