Western Times News

Gujarati News

ઇન્ડસ યુનિવર્સીટી સ્પોર્ટસ કપ-૨૦૨૪ (IU CUP-2024)ની ઉદઘાટન સમારોહથી શાનદાર શરુઆત

ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર અને ભારતીય ક્રિકેટ ટીમના ફીજીયો તરીકે ફરજ અદા કરી ચૂકેલ ડો.અર્જુનસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ, યુવાઓના જીવનમાં અનેક પ્રકારના હકારાત્મક બદલાવોમાં સ્પોર્ટસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ હેતુસર જ અમદાવાદ સ્થિત ઇન્ડસ યુનિવર્સીટીના પ્રાંગણમાં ઇન્ડસ યુનિવર્સીટી સ્પોર્ટસ કપ-૨૦૨૪ (IU CUP-2024)ની શરુઆત શાનદાર ઉદઘાટન સમારોહથી થઈ હતી. Indus University Sports Cup-2024 (IU CUP-2024) gets off to a great start with the opening ceremony.

આ ઇન્ડસ યુનિવર્સીટી સ્પોર્ટસ કપ-૨૦૨૪ના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર અને ભારતીય ક્રિકેટ ટીમના ફીજીયો તરીકે ફરજ અદા કરી ચૂકેલ ડો.અર્જુનસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પોર્ટસના મહત્વ વિશે અને જીવન ઉપયોગીતા વિશે સૌ કોઈને માહિતી પૂરી પાડી પ્રોત્સાહિત કર્યા હતા.

સાથે સાથે આ સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ સેક્રેટરીએટ ડો. .નાગેશ ભંડારી તથા શ્રીમતી ડો. રીતુ ભંડારીએ સૌ કોઈ સ્પર્ધકોને વિજેતા બનવા માટે શુભેચ્છા પાઠવી હતી.

તારીખ 0૮ જાન્યુઆરીથી લઈને ૧૩ જાન્યુઆરી,૨૦૨૪ સુધી પાંચ દિવસ સુધી ચાલનારા આ ઇન્ડસ યુનિવર્સીટી સ્પોર્ટસ કપ-૨૦૨૪માં પુરા દેશમાંથી બોય્સ અને ગર્લ્સ બન્ને મળીને કુલ ૭૫ જેટલી ટીમોએ અને ૩૫૫ જેટલા ખેલાડીઓએ વિજેતા બનવાના લક્ષ્ય સાથે બાસ્કેટબોલ , વોલીબોલ ,કબ્બડી ,ચેસ ,કેરમ અને ટેબલ-ટેનીસ એમ કુલ ૬ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.