અજાણ્યા વાહનની ટક્કરે નીલ ગાયને મોંઢા ઉપર ઈજા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ-અંકલેશ્વરને જોડતા હાઈવે પર ગતરોજ રાત્રિના માર્ગ પરથી પસાર થતા નીલ ગાયને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોઢના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.તો અકસ્માતની જાણ થતાં લોક ટોળા ઉમટવા સાથે વન વિભાગ પણ દોડતું થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ-અંકલેશ્વરને જોડતા હાઈવે પર ગતરોજ રાત્રિના માર્ગ પરથી પસાર થતા નિલ ગાયને કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોઢના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જોકે લોકટોળા એકત્ર થઈ જતા વન વિભાગના અધિકારીઓ પહોંચતા જ તે ગભરાઈ ઝાડીઓમાં ભાગી ગયું હતું. ટીમે તેને શોધવાની કામગીરી હાથધરી હતી.ભરૂચ જીલ્લામાં રહેણાંક વિસ્તારમાં વધારો થવાના કારણે ઝાડી-જંગલો ઓછા થવાના કારણે વન જીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે.જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે.
રવિવારની રાત્રિના એક નીલ ગાય ભરૂચ-અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર છાપરા પાટીયાથી પસાર થઈ રહ્યું હતું.આ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહનચાલકે તેને અડફેટેમાં લેતા તે માર્ગ પર પટકાયું હતું.વાહનની ટકકરે તેને મોઢાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ બન્યું હતું.આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતા લોકના ટોળા એકત્ર થઈ ગયા હતા.
ઈજાઓથી કણસતી નીલગાયને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.