Western Times News

Gujarati News

ભારત વિકાસ પરિષદ પાલડી તથા ખેડબ્રહ્મા શાખા દ્વારા શાળાઓમાં સ્વેટર વિતરણ કરાયા

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે સેવા કીય પ્રવૃતિ તથા રાષ્ટ્રીય વિચારધારા ના વાળા લોકો દ્વારા ચાલતી ભારત વિકાસ પરિષદ પાલડી તથા ખેડબ્રહ્મા શાખા દ્વારા તારીખ ૩. અને ૪. જાન્યુઆરી ના રોજ ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકાના અંતરિયાળ ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા્‌. પોશીના તાલુકાના રાજસ્થાન બોર્ડરની પાસે આવેલ મગરા ફળો એવી જગ્યાએ છે

કે જ્યાં જવા માટે રસ્તો પણ નથી અને આ પ્રાથમિક શાળા એક ગરીબ ખેડૂતના ઘરમાં ચાલે છે જ્યાં બે કિલોમીટર ચાલીને અમો ગયા હતા અને એ ઘરમાં વિદ્યાર્થીઓ ભણતા હતા અને પાસે કુકડાઓ પણ બેઠેલા જોવા મળ્યા હતા કોઈપણ આધુનિક સગવડો વિનાની આ શાળા જોઈ અમને પણ આશ્ચર્ય થયું હતું. જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર મળતા તેમના ચહેરા ઉપર જે સ્મિત જોવા મળ્યું તેથી અનુદાન કરનારા લોકો નું દાન ચોક્કસ જગ્યાએ ગયું છે તેવું અનુભવ્યું.

આ સ્વેટર વિતરણ માં ભારત વિકાસ પરિષદ પાલડી શાખા ઉપરાંત ગુણવંતસિંહજી રાઠોડ બી.ઝેડ. ગ્રુપ,, વડાલીના એક જૈન શ્રેષ્ટિ તથા ઇડર કોલેજના એક રીટાયર્ડ અધ્યાપક દ્વારા અનુદાન પ્રાપ્ત થયું હતું. વિતરણ કાર્ય કર્યા પછી અમો રાજસ્થાનમાં આવેલ ટીલેશ્વર મહાદેવ કે જ્યાં મહારાજા રાણા પ્રતાપનું રાજ તિલક થયું હતું. નજીકમાં કંકુનું ઝાડ તથા હૃદય માટે અક્સીર દવા અર્જુન વૃક્ષ પણ જોવા મળ્યા. વિતરણના આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના સેવા પ્રમુખ ડો. રોહિતભાઈ દેસાઈ, સહમંત્રી હસુભાઈ પંચાલ, ડૉ .શક્તિસિંહ, રાજુભાઈ રાવલ, મનોજભાઈ દોશી, બિરબલભાઈ તથા વિક્રમસિંહ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.