જર્મનીના મહાન ફૂટબોલર ફ્રાન્ઝ બેકનબાઉરનું ૭૮ વર્ષની વયે નિધન
બર્લિન, ફૂટબોલ જગતથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જર્મનીના મહાન ફૂટબોલર ફ્રાન્ઝ બેકનબાઉરનું રવિવારના રોજ ૭૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓએ ખેલાડી અને કોચ તરીકે જર્મનીને ૨ વખત વિશ્વ વિજેતા બનાવ્યું હતું. વર્ષ ૧૯૭૪માં પશ્ચિમ જર્મની જયારે વિશ્વ વિજેતા બન્યું ત્યારે તે ટીમના કેપ્ટન હતા અને વર્ષ ૧૯૯૦માં જર્મની લોથાર મથાયસની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે તે ટીમના મેનેજર હતા.
ફૂટબોલ અને મેનેજર તરીકે બેકનબાઉર જર્મની સાથે ૫ વર્લ્ડકપમાં હતા જેમાંથી ચારમાં પશ્ચિમ જર્મની ફાઈનલમાં પહોંચ્યું જયારે ૨ વખત ચેમ્પિયન બન્યું હતું. તેઓએ વર્ષ ૧૯૭૨માં પશ્ચિમ જર્મની સાથે યૂરોપિયન ચેમ્પિયનશીપ પણ જીતી હતી.
બેકનબાઉરે પોતાના કરિયરમાં પશ્ચિમ જર્મની માટે ૧૦૪ કેપ્સ અને બેયર્ન મ્યુનિક માટે ૪૦૦ થી વધુ કેપ્સ જીતી હતી. બેકનબાઉર ૧૯૬૪ અને ૧૯૭૭ વચ્ચે બાવેરિયન ક્લબ માટે રમ્યા હતા. આ ૧૩ વર્ષોમાં, ૧૯૭૩-૭૪, ૧૯૭૪-૭૫ અને ૧૯૭૫-૭૬માં તે બેયર્ન ટીમનો ભાગ હતા જેણે સતત ત્રણ વખત યુરોપિયન કપ ટાઇટલ જીતી હતી, જે હવે યુઈએફએચેમ્પિયન્સ લીગ તરીકે ઓળખાય છે.
તેઓએ વર્ષ ૧૯૬૬-૬૭માં એક ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને એક યુરોપિયન કપ સાથે પાંચ જર્મન લીગ ટાઇટલ અને પાંચ જર્મન કપ પણ જીત્યા હતા.વર્ષ ૧૯૮૪માં જયારે તે ફૂટબોલમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમને પશ્ચિમ જર્મની ટીમના કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમનાં માર્ગદર્શન હેઠળ પશ્ચિમ જર્મનીવર્ષ ૧૯૮૬ના વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેમની ટક્કર મેરાડોનાના નેતૃત્વવાળી ટીમ આજેર્ન્ટિના સાથે થઇ હતી.
આ ફાઈનલ મેચમાં પશ્ચિમ જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૧૯૯૦માં ફરી એકવાર વર્લ્ડકપની ફાઈનલમાં બંને ટીમોનો સામનો થયો, પરંતુ બ્રેહમેના ગોલના કારણ પશ્ચિમ જર્મની આજેર્ન્ટિનાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું હતું.
બેકનબાઉર પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો હતો. વર્ષ ૨૦૦૬ના વર્લ્ડકપની યજમાની અપાવવામાં તેમનો હાથ હતો પરંતુ તેમનાં પર લાંચ આપીને યજમાની મેળવવાનો આરોપ હતો.
જાે કે વર્ષ ૨૦૧૬માં બેકનબાઉરે એક કોલમમાં આ આરોપોને નકારતા લખ્યું હતું કે તેઓએ આવું કઈ કર્યું નથી. વર્ષ ૨૦૧૪માં તેમને ફિફાના એથિક્સ કમિશન દ્વારા ૯૦ દિવસ માટે કોઈપણ ફૂટબોલ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. બાદમાં તપાસમાં સહકાર ન આપવા બદલ તેમને ૭,૦૦૦ સ્વિસ ફ્રેંકનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૧ ફિફાએ આ તપાસ બંધ કરી દીધી હતી.SS2SS