Western Times News

Gujarati News

૧૫થી ૨૧ જાન્યુઆરીએ દિવ્યાંગો દ્વારા નિર્મિત પ્રોડક્ટસનું પ્રદર્શન

અમદાવાદ, અમદાવાદનાં વસ્ત્રાપુર હાટમાં તા. ૧૫ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન ફક્ત દિવ્યાંગો માટેનાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સમગ્ર દેશનાં વિવિધ શહેરોમાં વસતાં દિવ્યાંગોના ૮૦થી વધુ સ્ટોલ્સ હશે. આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો, જ્ઞાનનું આદાન-પ્રદાન કરતાં વર્કશોપ્સ, સામુદાયિક સહકાર વગેરે જેવા આકર્ષણો જાેવા મળશે.

મેટ્રોબિટ ફાઉન્ડેશનનાં અલ્પેશભાઈ ગેવરિયા અને રક્ષાબેન ગેવરિયા દ્વારા આ દિવ્યાંગ મેળાનું આયોજન શહેરમાં સર્વ પ્રથમવાર કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં ગુજરાતનાં વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ દેશનાં અન્ય રાજ્યોનાં શહેરો જેવા કે જમ્મુ, કટક, હૈદરાબાદ, મુંબઈમાં વસતાં દિવ્યાંગોના ૮૦થી વધુ સ્ટોલ્સ હશે.

જુદા-જુદા શહેરોમાં રહેતા દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટોને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો મુખ્ય ઉદ્દેશ તેઓ પોતાની આર્થિક સધ્ધરતાને વધુ મજબૂત બનાવીને સ્વાવલંબી બની શકે તેવો છે. આ પ્રદર્શનમાં આર્ટ એન્ડ ક્રાફટ, તેમજ ફૂડનાં સ્ટોલ્સ હશે. આ પ્રદર્શનમાં કેટલાંક એવા દિવ્યાંગો ભાગ લઈ રહ્યા છે કે જેઓને રાજ્યસ્તરે તેમના આર્ટ અને કલા માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયાં છે.

આ અંગે અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે દિવ્યાંગ મેળામાં ફક્ત દિવ્યાંગો જ ભાગ લઈ રહ્યાં છે. તેમની પાસેથી સ્ટોલ્સનું કોઈપણ ભાડું લેવામાં આવ્યું નથી. આ મેળામાં ફક્ત દિવ્યાંગો પોતાની વસ્તુ પ્રદર્શન અને વેચાણ માટે મૂકશે અને વેચાણ કરશે. આ પ્લેટફોર્મ દ્વ્રારા તેઓ સમાજનાં દરેક વર્ગો સાથે સરળતાથી જાેડાઈ શકશે અને તેઓને પોતાની પ્રોડક્ટો માટે વિશાળ બજાર મળશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.