અમદાવાદમાં પીએમ મોદીનો યુએઈના વડા સાથે મેગા રોડ શૉ
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત કર્યું હતું. યુએઈના રાષ્ટ્રપતિને લેવા માટે ૫ીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા.
યુએઈના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી એને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. જે બાદ બંને દેશના વડાએ એરપોર્ટ તિરંગા સર્કલથી રોડ શો યોજ્યો હતો. રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. સ્વાગત પોઈન્ટ પર અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ હતી.
આ અગાઉ પીએમ મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રેન્ટ ગુજરાત વૈશ્વિક વેપાર પ્રદર્શની ૨૦૨૪નું ઉદ્ધાટન કર્યું હતું. આ વૈશ્વિક પ્રદર્શની ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં હેલીપૈડ ગ્રાઉન્ડના કેન્દ્રમાં આવેલા હોલમાં લગાવવામાં આવી છે. તેનું કુલ ક્ષેત્રફળ લગભગ બે લાખ વર્ગ મીટર છે. પ્રદર્શનીમાં કુલ ૨૦ દેશ ભાગ લઈ રહ્યા છે. તેની શરુઆત વાઈબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનની પહેલા થઈ છે. આ શિખર સંમેલનનું ઉદ્ધાટન પણ પીએમ મોદી બુધવારે કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત કર્યું.. યુએઈના રાષ્ટ્રપતિને લેવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. યુએઈના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી એને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.જે બાદ બંને દેશના વડાએ એરપોર્ટ તિરંગા સર્કલથી રોડ શો યોજ્યો હતો.રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. સ્વાગત પોઈન્ટ પર અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ હતી.
આજે સાંજે હોટેલ લીલા ખાતે પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. આ પ્રસંગે ભારત અને યુએઈ વચ્ચે ખાસ ટ્રેડ અને ટેક્નોલોજી મુદ્દે એમઓયુ થવાની શક્યતા છે, તો હોટેલ લીલા ખાતે પ્રધાનમંત્રી મોદી રાત્રિ ભોજન પણ લેશે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. SS3SS