અરવલ્લીના મોડાસા નજીકથી ગૌમાંસની હેરાફેરી ઝડપાઈ
મોડાસા, મોડાસાથી અમદાવાદ વચ્ચે અનેક વાર ગૌમાંસની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે. અનેક વાર આવા શખ્શોને અરવલ્લી અને સાબરકાંઠામાં ઝડપી પાડવમાં આવ્યા છે. આવી જ રીતે વધુ એકવાર એક કારમાં ગૌમાંસ ભરીને જઈ રહેલી કારને પોલીસે ઝડપી પાડી છે.
કારમાંથી માંસ મળી આવતા મોડાસા પોલીસે એફએસએલમાંથી ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાંથી વધુ એકવાર ગૌ માંસની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા શહેર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન કાર ઉભી નહીં રહેતા ભાગી નિકળી હતી. જેને લઈ પોલીસે કારને ઝડપવા માટે પીછો કરવા સહિત અન્ય ટીમની મદદથી કોર્ડન કરીને રોકી લીધી હતી. કાર ઝડપાયા બાદ તેની તલાશી લેવામાં આવતા માંસનો મોટો જથ્થો ભરેલો સામે આવ્યુ હતુ. જે માંસનો જથ્થો ગૌમાંસ હોવાની આશંકા પોલીસને જણાતા તેના સેમ્પલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
મોડાસા પોલીસ આનંદપુરા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે તેને રોકવા માટે ઈશારો કરવા છતાં કાર ચાલકે કારને પૂરપાટ ઝડપે હંકારી મુકી હતી.
કાર ભાગી નિકળવાને લઈ પોલીસે તેનો પીછો કર્યો હતો અને અન્ય ટીમની મદદથી તેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. આમ આગળ જતા સેન્ટ્રો કારને રોકવામાં સફળતા મળી હતી અને કારને કોર્ડન કરી લેવામાં આવી હતી. SS3SS