અભિનેત્રી નીતૂ સિંહનું દિલ કાકા માટે ધડકતું હતું
મુંબઈ, બોલિવૂડના ગણતરીના ફિલ્મી પરિવારની વાત કરવામાં આવે તો કપૂર પરિવારનું નામ સૌથી પહેલા આવશે. કપૂર પરિવારની ચોથી પેઢી પણ હવે બોલિવૂડ પર રાજ કરી રહી છે. તેની પહેલા કપૂર પરિવારની ૩ પેઢીઓ પણ પોતાની અદાઓથી દેશભરને દિવાના બનાવી ચૂકી છે. કપૂર પરિવારના અસલ જીવનની કહાનીઓ પણ કોઇ ફિલ્મી કહાનીથી ઓછી નથી.
બોલિવૂડની ફેમસ હિરોઇન રહેલી અને કપૂર પરિવારની વહૂએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે જવાનીના દિવસોમાં તેના ‘કાકા’ માટે તેનું દિલ ધડકતું હતું. પરંતુ પછીથી આ હિરોઇને ‘ભત્રીજા’ સાથે લગ્ન કર્યા અને એક સુપરસ્ટાર દીકરાને જન્મ આપ્યો. આ કિસ્સો ખુદ એક્ટ્રેસે શેર કર્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ રણબીર કપૂરની મા નીતૂ સિંહની. નીતૂ સિંહ હાલમાં જ પોતાના જમાનાની સ્ટાર રહેલી એક્ટ્રેસ ઝીનત અમાન સાથે કરણ જાેહરના શો કોફી વિથ કરણમાં પહોંચી હતી.
અહીં નીતૂ સિંહે પોતાની જવાનીના દિવસોના ઘણા કિસ્સા શેર કર્યા છે. કરણ જાેહરે આ શોનો એક પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ પ્રોમોમાં નીતૂ સિંહે જણાવ્યું કે, જવાનીના દિવસોમાં ઋષિ કપૂરના કાકા ‘શમ્મી કપૂર’ તેના ફેવરેટ એક્ટર હતાં. આ ઉપરાંત નીતૂ સિંહને શમ્મી કપૂર પર ક્રશ હતો. આ જવાબ સાંભળીને કરણ જાેહર પણ ચોંકી જાય છે.
તે બાદ નીતૂ સિંહ પોતાની કહાની જણાવવાનું શરૂ કરે છે. નીતૂ સિંહ જણાવે છે કે, તેને શમ્મી કપૂર ખૂબ જ પસંદ હતાં. આ શોના પ્રોમોમાં નીતૂ સિંહ અને ઝીનત અમાન ઘણા ખુલાસા કરશે. પ્રોમોથી જ લાગી રહ્યું છે કે પોતાના જમાનાની આ સ્ટાર હિરોઇન્ટ બોલિવૂડની ઘણી પોલ ખોલવાની છે. નીતૂ સિંહે ૨૨ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા હતાં.
લગ્ન પહેલા નીતૂ સિંહ અને ઋષિ કપૂર લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. તે જ વર્ષે સપ્ટેમ્બરના મહિનામાં નીતૂ સિંહે દીકરી રિદ્ધિમા કપૂરને જન્મ આપ્યો હતો. તે બાદ ૨ વર્ષ બાદ ૧૯૮૨માં નીતૂ કપૂર અને ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂરનો જન્મ થયો. રણબીર આજે બોલિવૂડનો સુપરસ્ટાર બની ગયો છે. રણબીર કપૂરનો ક્રેઝ તેના દાદા રાજ કપૂર જેવો છે. SS1SS