વિરાટ કોહલીને ઓળખવાનો ઈનકાર કરનારા રોનાલ્ડો પર ફેન્સ ભડક્યા
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ક્રિકેટ જગતની સાથે સાથે અન્ય રમતના દિગ્ગજ ખેલાડીઓ પણ ઓળખે છે. પરંતુ આ દરમિયાન બ્રાઝિલના એક દિગ્ગજ ફૂટબોલરે વિરાટ કોહલીને ઓળખવાથી ઇનકાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર જેનો એક વીડિયો પણ હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં બ્રાઝિલના પૂર્વ દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડો નાઝારીયો કોહલીના ફેન સ્પીડ સાથે દેખાઈ રહ્યો છે. સ્પીડે જયારે રોનાલ્ડોને પૂછ્યું કે શું તમે વિરાટ કોહલીને ઓળખો છો? જવાબમાં ફૂટબોલરે વિરાટ કોહલીને ઓળખવાથી ઇનકાર કરી દીધો હતો. પરંતુ જયારે સ્પીડે રોનાલ્ડોને કોહલીની તસવીર બતાવી તો તે કોહલીને ઓળખી ગયો હતો.
રોનાલ્ડોના વિરાટ કોહલીને ઓળખવાથી ઇનકાર કર્યા બાદ વિરાટ કોહલીના પ્રશંસકો ફૂટબોલર પર ભડકી ગયા હતા. આ પછી લોકોએ રોનાલ્ડોને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરુ કર્યું હતું. લોકો પૂછવા લાગ્યા કોણ રોનાલ્ડો? એક યુઝરે તો એવું પણ લખ્યું કે તે માત્ર એક જ રોનાલ્ડોને ઓળખે છે અને તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. SS2SS