એર કેનેડાની ફ્લાઈટમાંથી યુવક દરવાજાે ખોલીને કૂદી પડ્યો

ટોરન્ટો, એર કેનેડાની ફ્લાઈટમાંથી એક યુવક દરવાજાે ખોલીને કુદી પડવાની ઘટનાએ ચકચાર મચાવી છે. મળતી વિગતો પ્રમાણે આઠ જાન્યુઆરીએ આ વ્યક્તિ ટોરોન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કેનેડાની ફ્લાઈટમાં બેઠો હતો.
ફ્લાઈટ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહી હતી અને રન વે પર હતી ત્યારે આ વ્યક્તિએ વિમાનનો દરવાજાે ખોલીને ૨૦ ફૂટની ઉંચાઈ પરથી કુદકો મારતા બીજા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. આ મુસાફરને નજીવી ઈજા થઈ છે પણ ઘટનાના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં ૬ કલાકનો વિલંબ થયો હતો.એરલાઈન પ્રવક્તાના કહેવા પ્રમાણે મામલાની તપાસ ચાલી રહી છે.
ફ્લાઈટમાંથી કુદી પડનાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે કે નહીં તેની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી. આ બનાવના થોડા દિવસ પહેલા જ એર કેનેડાની ફ્લાઈટમાં ૧૬ વર્ષના કિશોરે એક પરિવાર પર હુમલો કર્યો હતો.તેના કારણે પણ ફ્લાઈટ ૩ કલાક મોડી ટેક ઓફ થઈ હતી.આ હુમલામાંપરિવારના સભ્યોને વત્તી ઓછી ઈજાઓ પણ થઈ હતી. SS2SS