IAS કેકે નાયર ન હોત તો રામ મંદિર બન્યું જ ન હોત
નવી દિલ્હી, અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અયોધ્યા પહોંચશે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બીજા ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ સમય દરમિયાન, તે વ્યક્તિને યાદ રાખવા જોઈએ કે જેના કારણે આઝાદીના થોડા સમય પછી, બાબરી મસ્જિદમાં રાલ લલ્લાની મૂર્તિઓ રાતોરાત મૂકવામાં આવી હતી. એટલું જ નહીં તેમણે તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલ નેહરુના આદેશની અવગણના કરીને વિવાદિત સ્થળ પરથી પ્રતિમાઓ હટાવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.
તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને વિવાદિત સ્થળ પર રાખવામાં આવેલી રામ લલ્લાની પ્રતિમાઓને હટાવવા માટે બે વાર આદેશ આપ્યો હતો. કેકે નાયરે બંને વખત તેમના આદેશોનું પાલન કરવામાં અસમર્થતા દર્શાવી હતી. આનાથી તેમની હિંદુત્વવાદી અધિકારી તરીકેની છબી ઉભી થઈ હતી. બાદમાં તેઆૅને આનો મોટો ફાયદો પણ થયો.
તેઓ અને તેમની પત્નીએ પછીથી લોકસભાની ચૂંટણી લડી હતી અને તેમાં જીત પણ મેળવી હતી. આટલું જ નહીં, તેમના ડ્રાઇવરને પણ તેમની છબીનો લાભ મળ્યો હતો. તેમના ડ્રાઈવરે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી અને જીતીને ધારાસભ્ય બની ગયા હતા. ૨૨ અને ૨૩ ડિસેમ્બર ૧૯૪૯ની મધ્યરાત્રિએ, રામ લલ્લાની મૂર્તિઓને કથિત રીતે ગુપ્ત રીતે બાબરી મસ્જિદમાં મૂકવામાં આવી હતી. આ પછી અયોધ્યામાં હોબાળો થયો કે ભગવાન જન્મભૂમિમાં પ્રગટ થયા છે.
લિબરહાન કમિશનના રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળે તૈનાત કોન્સ્ટેબલ માતા પ્રસાદે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામ દુબેને ઘટનાની જાણકારી આપી હતી. માતા પ્રસાદે જણાવ્યું કે ૫૦ થી ૬૦ લોકો પરિસરના તાળા તોડી અંદર ઘૂસ્યા. આ પછી તેમણે ત્યાં શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમજ પીળા અને ભગવા રંગોમાં શ્રી રામ લખવામાં આવ્યું હતું.
હેમંત શર્માએ પોતાના પુસ્તક ‘યુદ્ધ મેં અયોધ્યા’માં લખ્યું છે કે કેરળના અલેપ્પીના રહેવાસી કેકે નાયર ૧૯૩૦ બેચના IAS ઓફિસર હતા. ફૈઝાબાદના ડીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બાબરી સ્ટ્રક્ચરમાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી.
તેઓનાં પુસ્તકમાં લેખક હેમંત શર્મા લખે છે કે નાયર આધુનિક ભારતમાં બાબરી કેસ સાથે સંબંધિત વ્યક્તિ છે, જેમના કાર્યકાળ દરમિયાન આ કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો હતો. આની દેશના સામાજિક-રાજકીય ફેબ્રિક પર મોટી અસર પડી હતી.
કેકે નાયર ૧ જૂન ૧૯૪૯ના રોજ ફૈઝાબાદના કલેક્ટર બન્યા હતા. ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ ના રોજ, જ્યારે ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં રાખવામાં આવી હતી, ત્યારે નહેરુએ યુપીના તત્કાલિન સીએમ ગોવિંદ બલ્લભ પંતને તરત જ મૂર્તિઓ દૂર કરવા કહ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે પ્રતિમાઓ હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.કે. નાયરે રમખાણો અને હિંદુ લાગણીઓને ભડકાવવાના ડરથી આ આદેશનું પાલન કરવામાં અસમર્થતા દર્શાવી હતી.SS1MS