શિયાળામાં ટામેટાના ભાવે ગૃહિણીઓને ખુશ કર્યા
રાજકોટ, શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. એમાં પણ શિયાળામાં મળતાં લીલા શાકભાજીની આવકમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. પરિણામે શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે. જેથી ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતોને સારા ભાવ ન મળતાં તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે ખેડૂતોએ સારા એવા પ્રમાણમાં ટામેટાનું વાવેતર કર્યું હતું. પરિણામે શયાળાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ટામેટાનું ઉત્પાદન પણ જોવા મળ્યું છે.
જેથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ઢગલાબંધ ટામેટા ઠાલવી રહ્યા છે. પરંતુ તેઓને સારા ભાવ મળી રહ્યા નથી. ગયા વર્ષે જે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. એ જ ટામેટાના સારા ભાવ ન મળતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જે ટમેટાના એક સમયે ખેડૂતોને એક મણના ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયા મળી રહ્યાં હતા.
આજે એ જ ટામેટાના ભાવ ખેડૂતોને ૨૦૦થી ૩૦૦ રૂપિયા જ મળી રહ્યાં છે. ખેડૂતોનું કહેવુ છે કે, જેવી રીતે બાંગ્લાદેશથી ટામેટાની આવક થઈ રહી છે.અને તે ટામેટાના ૩૫ રૂપિયા સુધી ભાવ મળી રહ્યાં છે. તો આપણા દેશી ટામેટાનો પણ ૩૫ રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળવો જોઈએ. ટામેટાના વર્તમાન ભાવમાં ખેડૂતોને પોસાય તેમ નથી.
અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ઢગલાબંધ શાકભાજીની આવક થઈ રહી છે. થોડા દિવસ પહેલા ટ્રક-ચાલકની હડતાળના પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. પરંતુ હડતાળ પૂરી થયા બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હતો. જેથી ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી.SS1MS