Western Times News

Gujarati News

ખેલાડીના વગદાર પિતાને લીધે હનુમા વિહારીએ ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું

નવી દિલ્હી, ભારતીય ટીમથી બહાર રહેલા મિડલ ઓર્ડર બેટ્‌સમેન હનુમા વિહારીએ ગઈકાલે કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું હતું.

ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ તેને પ્લેઇંગ-૧૧માંથી પણ બહાર કરી દેવાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હનુમાએ સ્વેચ્છાએ ટીમનું સુકાની પદ છોડ્યું છે પરંતુ પ્લેઇંગ-૧૧માંથી બહાર થયા બાદ મામલો કંઈ જુદો જ લાગી રહ્યો છે.

હનુમા વિહારીની જગ્યાએ રિકી ભુઈને આંધ્ર પ્રદેશ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સોંપાઈ છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ટીમના મેનેજર જુગલ કિશોર ધિયાએ જણાવ્યું હતું કે, ‘હનુમાએ સ્વેચ્છાએ સુકાની પદ છોડ્યું છે.

ટીમમાં કોઈ વિવાદ નથી.’ જાે કે જે લોકો આંધ્રા ક્રિકેટને સારી રીતે સમજી છે, તેઓ અચાનક કેપ્ટન બદલવાના આ કારણને યોગ્ય માની રહ્યા નથી.

મળતા અહેવાલો મુજબ ગત અઠવાડિયે વિશાખાપટ્ટનમમાં પ્રથમ મેચ દરમિયાન વિહારી એક બેક અપ ખેલાડી પર ગુસ્સે થયો હતો. વગદાર હસ્તી ગણાતા એ ખેલાડીના પિતાએ કેપ્ટન હનુમા વિહારી વિરુદ્ધ આંધ્ર ક્રિકેટ એસોસિયેશનને ફરિયાદ કરી હતી.

સરત ચંદ્ર રેડ્ડીના નેતૃત્વ હેઠળના આંધ્ર ક્રિકેટ એસોસિયેશને આ ફરિયાદને ગંભીરતાથી લીધી હતી. બાદમાં તેમણે પસંદગીકારોને વિહારીને હટાવીને બીજા કોઈને કેપ્ટન તરીકે નિયુક્ત કરવા દબાણ કર્યું હતું. જાે કે હવે હનુમા વિહારી મુંબઈની આ મેચ માટે ૧૫ ખેલાડીમાં સામેલ છે, પરંતુ પ્લેઈંગ-૧૧માં નથી.

હનુમા વિહારીએ મુંબઈ સામે મેચ પહેલા આંધ્ર પ્રદેશ માટે ૩૦ મેચ રમી હતી. એ તમામ મેચમાં તે જ કેપ્ટન હતો. તેની સફળતાનો દર પણ ઘણો સારો છે. તે ૨૦૦૦થી વધુ રન બનાવનાર આંધ્રપ્રદેશના ૧૦ બેટ્‌સમેન પૈકીનો એક છે.

તેણે ૫૩ની શાનદાર એવરેજથી ૨૨૬૨ રન બનાવ્યા છે. જાે કે હનુમાને કેટલાક આંધ્ર ક્રિકેટ વર્તુળોમાં બહારનો ખેલાડી માનવામાં આવે છે કારણ કે અગાઉ તે હૈદરાબાદ માટે ૪૦ મેચ રમી ચૂક્યો છે.

એક મોટો વર્ગ કે.એસ. ભરતને આંધ્ર પ્રદેશનો કેપ્ટન બનાવવા માંગે છે, જે હાલમાં ઇન્ડિયા-એ તરફથી રમી રહ્યો છે. તે આંધ્ર ટીમનો વ્હાઈટ બોલ કેપ્ટન પણ છે.

કેટલાક લોકો અંડર-૧૯ વર્લ્ડ કપના વાઇસ કેપ્ટન શેખ રશિદને કેપ્ટનનું નામ પણ સૂચવે છે. છે. જાે કે હાલમાં તેને આંધ્ર ક્રિકેટ ટીમનો નવો વાઇસ કેપ્ટન પણ બનાવાયો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.