અમેરિકાના સેંટ પોલ શહેર પર સંપૂર્ણપણે મહિલાઓનું રાજ

વોશિંગ્ટન, દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોની સાથે જાહેર જીવનમાં પણ મહિલાઓની ભાગીદારી વધી રહી છે.તેમાં પણ અમેરિકાનુ એક શહેર મહિલાઓના કારણે જ ચર્ચામાં આવી ગયુ છે.અમેરિકાના મિનેસોટા રાજ્યની રાજધાની સેંટ પોલ શહેર પર સંપૂર્ણપણે મહિલાઓનુ રાજ સ્થપાઈ ગયુ છે.
આ શહેરની વસતી ત્રણ લાખની છે અને શહેરનો વહિવટ કરવા માટેની સિટી કાઉન્સિલમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, તમામ સભ્યો મહિલાઓ છે.આ કાઉન્સિલના અધ્યક્ષ તેમજ બીજા સાત સભ્યો તરીકે મહિલાઓ શાસન કરી રહી છે.
અમેરિકામાં રાજકીય ક્ષેત્રના જાણકારોનુ કહેવુ છે કે, અમેરિકાનુ આ પહેલુ શહેર એવુ છે જ્યાં સિટી કાઉન્સિલમાં તમામ મહિલાઓ જ છે.આ મહિલાઓ પૈકી ૬ તો અશ્વેત મહિલાઓ છે.
આ પણ કદાચ એક રેકોર્ડ છે.તમામની વય પણ ૪૦ વર્ષથી નીચે છે.તેમની પાસે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ પણ છે.
અમેરિકામાં સામાન્ય રીતે સિટી કાઉન્સિલોમાં મહિલાઓની ભાગીદારી વધારે જાેવા મળતી નથી. મોટા ભાગના શહેરોની કાઉન્સિલોમાં પુરુષો જ હોય છે અને તેમાં પણ શ્વેત લોકોની બહુમતી હોય છે.આ પ્રકારની સ્થિતિમાં સેંટ પોલ શહેરે અમેરિકામાં બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. SS2SS