અમે શિવમ દુબેને જે કહ્યું, તે કરી રહ્યો છે: રોહિત
નવી દિલ્હી, અમે માત્ર વાતો કરતા નથી. જે કહીએ છે તે કરીને પણ બતાવી રહ્યા છે. આ રોહિત શર્માના મેચ પછીના નિવેદનના શબ્દો છે, જે તેણે અફઘાનિસ્તાન સામેની જીત બાદ આપ્યું હતું. ભારતે બીજી ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનને સરળતાથી હરાવ્યું હતું. ઈન્દોરમાં ભારતે મેચ જીતી ત્યારે તેની ઈનિંગમાં ૨૬ બોલ બાકી હતા.
લક્ષ્ય પણ નાનું નહોતું. અફઘાનિસ્તાને ૧૭૨નો સ્કોર બનાવ્યો હતો, જે વિશાળ નહોતો, પણ લડત આપવા જેવું તો કહી જ શકાય. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી ૨૦ મેચ ૧૪ જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાને ૨૦ ઓવરમાં ૧૨ રન બનાવ્યા હતા. તેમની તરફથી ગુલબદ્દીન નાયબે સૌથી વધુ ૫૭ રન બનાવ્યા હતા.
૩ વિકેટ લેનાર અર્શદીપ સિંહ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. જવાબમાં ભારતે ૧૫.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૭૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ (૬૮) અને શિવમ દુબે (૬૩)એ શાનદાર ઇનિંગ્સ રમી હતી. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાના સાથી ખેલાડીઓના વખાણ કર્યા અને સાથે જ ટીમના અભિગમ વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું, ‘અમે જે ઈચ્છીએ છીએ તે પ્રાપ્ત કરી રહ્યા છીએ. ચેન્જિંગ રૂમમાં અમે જે વાત કરીએ છીએ, તે મેદાનમાં કરીને પણ બતાવીએ છે.
અમે અમારા બધા બોક્સ ટિક કરી લીધા છે. રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું, ‘શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલના છેલ્લા કેટલાક વર્ષો શાનદાર રહ્યા છે. યશસ્વીએ ટેસ્ટ મેચ અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી. યશસ્વીને જે પણ તકો મળી છે, તેણે તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે. ભારતીય કેપ્ટને શિવમ દુબેની ભૂમિકાનો પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, ‘યશસ્વીની જેમ શિવમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
તેમની પાસે પાવર છે. તે સ્પિનરો સામે મોટા શોટ ફટકારી શકે છે. અમે તેને આવું કરવા માટે કહ્યું છે અને તેણે ટીમ માટે બે શાનદાર ઇનિંગ્સ રમી છે.’ શિવમ દુબેએ પણ મોહાલીમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી ટી-૨૦ મેચમાં મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. શિવમ મોહાલી ટી-૨૦ મેચમાં ૬૦ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.SS1MS