રોહિત શેટ્ટીએ સિંઘમ અગેનના સેટ પરથી ફેન્સ માટે શેર કર્યો ધમાકેદાર વિડીયો
મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર ડાયરેક્ટર રોહિત શેટ્ટી જબરજસ્ત એક્શન ફિલ્મો માટે જાણીતા છે. રોહિત શેટ્ટીની દરેક ફિલ્મોમાં ઉડતી ગાડીઓ તમને જરૂર જોવા મળશે. ખાસ વાત તો એ છે કે મેકર્સ કંઇક હટકે રીતે જ બનાવે છે. આ દિવસોમાં રોહિત શેટ્ટી એમની ધમાકેદાર એક્શન અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનના શૂટિંગમાં વ્યસ્ત છે. અજય દેવગન સ્ટારર સિંઘમ અગેનને જોવા માટે ફેન્સ સુપર ક્રેઝી છે.
જો કે આ વચ્ચે રોહિત શેટ્ટીએ મકર સંક્રાતિના દિવસે એમની ફિલ્મ સિંઘમ ૩ના શૂટિંગની એક ઝલક બતાવતા લોકોને શુભકામનાઓ પાઠવી છે. ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સિંઘમ ૩નો એક ઘમાકેદાર વિડીયો શેર કર્યો છે, જેમાં તમે સળગતી કારને હવામાં ઉડતી જોઇ શકો છો. સોશિયલ મિડીયામાં સિંઘમ અગેનના શૂટિંગનો વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો કરતા પણ વધારે એનું કેપ્શન યુઝર્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. રોહિત શેટ્ટીએ એકદમ ખાસ અંદાજમાં લોકોને મકર સંક્રાતિની શુભકામના પાઠવી છે. કેપ્શનમાં લખ્યુ છે કે હેપ્પી મકર સંક્રાતિ..તમે લોકો પતંગ ઉડાવો અને હું..મારું કામ..એક્શનપનાઇટ શૂટથી લગાવ છેપહૈદરાબાદ. ફિલ્મ સિંઘમ ફેન્ચાઇઝીના ત્રીજા પાર્ટ માટે લોકો રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ પોલીસ યુનિવર્સનો હિસ્સો છે જેના ડાયરેક્ટર રોહિત શેટ્ટી છે.
આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે અને નિર્દેશકે એક પાવર પેક સ્ટંટની એક ઝલક શેર કરીને લોકોનું એક્સાઇટમેન્ટ વધારી દીધુ છે. રોહિત શેટ્ટી કારથી શૂટ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં કાર આગમાં સળગતી દેખાઇ રહી છે. રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનની ઘાંસૂ અને ધમાકેદાર એન્ટ્રી થશે.
આ ફિલ્મમાં એક નહીં પરંતુ ૬ સુપર સ્ટાર એક સાથે જોવા મળશે. ફિલ્મની કહાની પહેલાંથી પણ વઘારે દમદાર અને મસાલેદાર હશે. દિપીકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઇગર શ્રોફ, અક્ષય કુમાર અને કરિના કપૂરનો લુક પહેલાંથી સામે આવી ગયો છે. આ સાથે હવે અજય દેવગનનો પણ ઘાંસૂ લુક જોવા મળી ગયો છે.SS1MS