યુવાનોને ભૂલવાની સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે
મેરઠ, બદલાતા સમયમાં યુવાનોને ભૂલવાની સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે. ઘણી વાર તે પોતાની જરુરી વસ્તુઓ પણ આમતેમ રાખીને ભૂલી જતાં હોય છે. જે બાદ કલાકો સુધી શોધતા રહેતા હોય છે.
ત્યારે આવા સમયે ઘણી વાર એક્સપર્ટ પાસેથી સલાહ લઈને વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરવા લાગે છે. પણ આજે અમે આપને એક એવી જડીબુટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા આપની ભૂલવાની બીમારી દૂર થઈ જશે.
સાથે જ આપનું જે હ્દય છે, તેને પણ સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. હકીકતમાં જોઈએ તો, આયુર્વેદિક પદ્ધતિમાં બ્રાહ્મી જડીબુટીનો ઉલ્લેખ છે. જે ભૂલવાની બીમારીને ઠીક કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
આરપીજી ગર્લ્સ ડિગ્રી કોલેજમાં સંચાલિત બોટની ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ વિભાગાધ્યક્ષ ડો. મીનૂ ગુપ્તાએ જણાવ્યું કે, બ્રાહ્મી જડીબુટીનું આયુર્વેદમાં ખાસ મહત્વ છે. હોમ્યોપેથિકની દવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તે જણાવે છે કે, જેવી રીતે જોવા મળે છે કે, આજકાલ યુવાનોની યાદશક્તિ નબળી થતી જાય છે. ઘણી વાર વૃદ્ધો પણ પોતાના ઘરનો રસ્તો ભૂલી જતાં હોય છે.
ત્યારે આવા સમયે જો આ જડીબુટીનો ઉપયોગ કરવામાં આવે તો, તેનાથી ઘણો ફાયદો મળે છે. તેમણે જણાવ્યું છે કે, જે રીતે આપણે ધાણાનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે બ્રાહ્મી જડીબુટીના પત્તા તોડીને મિક્સરમાં પીસીને તેનો ઉકાળો બનાવીને તેનો ઉપયોગ કરી શકશો.
ડો. મીનૂ ગુપ્તા જણાવે છે કે, જો કોઈ હ્દયથી સંબંધિત બીમારીથી પીડિત છે, તો સવાર સાંજ બ્રાહ્મી બુટી તથા તુલસાજીના પત્તાને પીસીને તેમાં મધ નાખીને ખાલી પેટ એક ચમચી ઉપયોગ કરવા લાગો. તેનાથી હ્દય સ્વસ્થ રહેશે.
હ્દયથી સંબંધિત જે સમસ્યા છે, તેનું પણ સમાધાન જલ્દી થઈ જશે. તેઓ જણાવે છે કે, આયુર્વેદમાં આ જડીબુટીને રામબાણ માનવામાં આવે છે. તેના અન્ય પણ કેટલાય ફાયદા દર્દીઓને મળી શકે છે. બોર્ડની પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ પણ આ ઔષધિનો ઉપયોગ કરી શકે છે.SS1MS