Western Times News

Gujarati News

માર્ક ઝકરબર્ગ ગાયને પીવડાવે છે બિયર

નવી દિલ્હી, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગ તેમના પ્લેટફોર્મ્સ અને સંપત્તિ માટે જાણીતા છે.

પરંતુ આ વખતે માર્ક ઝકરબર્ગે કંઈક એવું કર્યું છે, જેના પછી તે પોતે જ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. હકીકતમાં, માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું છે કે તે તેની ગાયોને બિયર આપે છે અને તેમને મેસાડેમિયા બદામ ખવડાવે છે.

હવે આ ગાયોના આટલા મોંઘા આહાર વિશે સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. ૯ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ લખેલી પોતાની પોસ્ટમાં તેણે કહ્યું કે તેણે હવાઈ દ્વીપના ‘કાઉ આઈલેન્ડ’ ભાગમાં પોતાનું ફાર્મ ખોલ્યું છે, જેનું નામ ‘કોલાઉ રેન્ચ’ છે.

અહીં તે જાપાની અને સ્કાટિશ જાતિની ગાયોનો ઉછેર કરી રહ્યો છે અને તેમને બિયર અને મેકાડેમિયા નટ્‌સ ખવડાવવામાં આવે છે. માર્કે લખ્યું કે મારું લક્ષ્ય વિશ્વમાં સૌથી વધુ ગુણવત્તાયુક્ત બીફ બનાવવાનું છે.

મવેશી વાગ્યૂ અને અેંગસ છે અને મેકાડેમિયા ભોજન અને બીયર પીને મોટા થશે. માર્કે વધુમાં કહ્યું કે એક ગાય એક વર્ષમાં લગભગ ૫૦૦૦ થી ૧૦ હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૧૧ હજારથી ૨૨ હજાર કિલો ચારો ખાય છે, જેનો અર્થ એ થાય છે કે ઘણા મેસેડેમિયા વૃક્ષોના પાક પાછળ ખર્ચ થાય છે.

મારી પુત્રીઓ તેમને વૃક્ષો વાવવા અને વિવિધ પ્રાણીઓની સંભાળ રાખવામાં મદદ કરે છે. આ તો માત્ર શરૂઆત છે, પરંતુ દરેક સિઝન સાથે તે વધુ સારું થઈ રહ્યું છે. આલ્કોહોલ તમામ લોકો માટે ખતરનાક અને હાનિકારક છે, પછી ભલે તે મનુષ્ય હોય કે પ્રાણી.

ગાયના લીવર પર આલ્કોહોલની ખૂબ જ ખરાબ અસર થાય છે. જેના કારણે ગાયને ફેટી લીવરની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. જો કોઈ વ્યક્તિ હંમેશા ગાય અથવા અન્ય કોઈ પ્રાણીને બિયર આપે છે, તો તે પ્રાણીને સમય-સમય પર પશુચિકિત્સકને બતાવવું જરૂરી છે.

માર્કની આ પોસ્ટ બાદ તેની પોસ્ટ પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી છે. જ્યારે ઁઈ્‌છએ આ પોસ્ટ અંગે લખ્યું છે કે તમારે માત્ર ટેક્નોલોજી સાથે જોડાયેલા રહેવું જોઈએ.

આ પ્રોજેક્ટ પ્રાણીઓને મારી રહ્યો છે અને તમારા બાળકોને પણ આંચકો આપશે. વિશ્વમાં અન્ય ઘણા પ્રોડક્ટિવ કામ કરે છે, જેમ કે નવા કડક શાકાહારી ખોરાક બનાવવા જે પ્રાણીઓને બચાવે છે, ગ્રહને મદદ કરે છે અને માનવ સ્વાસ્થ્યને સુધારે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.