Western Times News

Gujarati News

જયપુર સિરિયલ બોંબ બ્લાસ્ટના કેસમાં ૪ અપરાધી દોષિત જાહેર

વર્ષ ૨૦૦૮માં જયપુરને હચમચાવી મુકનાર સિરિયલ બોંબ ધડાકાના કેસમાં ૮૦ના મોત થયા હતા, ૨૧૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા: એક નિર્દોષ જાહેર

જયપુર, વર્ષ ૨૦૦૮માં સમગ્ર દેશને હચમચાવી મુકનાર જયપુર સિરિયલ બોંબ બ્લાસ્ટ મામલામાં ચાર અપરાધીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ આજે આની દિવસ દરમિયાન ચર્ચા રહી હતી. લાંબા ગાળા બાદ કોર્ટે આ મામલામાં ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ વિગતોમાં તપાસ કર્યા બાદ આજે આ ચુકાદો આપ્યો હતો. વર્ષ ૨૦૦૮માં જયપુરમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને આજે દોષિત જાહેર કર્યા હતા.

જ્યારે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. ૧૩મી મે ૨૦૦૮ના દિવસે રાજસ્થાનના પાટનગર જયપુરમાં જુદી જુદી જગ્યાએ આઠ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૮૦ લોકોના મોત થઇ ગયા હતા અને અન્ય ૧૭૬ લોકો ઘાયલ થયા હતા. જયપુર બ્લાસ્ટના અન્ય બે આરોપી નવી દિલ્હીમાં બાટલા હાઉસ ખાતે વર્ષ ૨૦૦૮માં થયેલા એન્કાઉન્ટરમાં પોલીસના હાથે ઠાર થયા હતા. અજય કુમાર શર્મીની કોર્ટે આરોપીઓ મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમ, સૈફુર્રહમાન અને મોહમ્મદ સલમાનને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે શાહબાજ હુસૈનને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે આ કેસમાં તપાસને તીવ્ર બનાવી દેવામાં આવી હતી. સાથે સાથે ૧૨૯૬ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આપરાધીઓના વકીલ અને બચાવ પક્ષ તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી. મામલામાં જયપુર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ આરોપી દિલ્હીના તિહાર જેલમાં બંધ છે. તેમની સામે એટીએસ તપાસ કરી શકી ન હતી. આ ત્રેણેય દેશના જુદા જુદા ભાગોમાં થયેલા બ્લાસ્ટમાં આરોપી તરીકે રહેલા છે.

જયપુરમાં બ્લાસ્ટના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. જયપુર બ્લાસ્ટમાં ત્રાસવાદી સંગઠનની સંડોવણી ખુલી હતી. પોલીસે તપાસ કર્યા બાદ આખરે પાંચ આરોપીને પકડી લીધા હતા. ત્યારબાદ તેમની પુછપરછનો સિલસિલો શરૂ થયો હતો. બ્લાસ્ટમાં સામેલ રહેલા આરોપી અન્ય બ્લાસ્ટમાં પણ સામેલ હતા. સાથે સાથે બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પણ તેમની સીધી રીતે સંડોવણી રહેલી હતી. જયપુર સિરિયલ બોંબ બ્લાસ્ટના મામલામાં છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી. આ બોંબ હુમલાની જવાબદારી ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી.

હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામિકની પણ સંડોવણી આમાં દેખાઈ આવી હતી. બ્લાસ્ટના બે દિવસ બાદ જ ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા ભારતીય મિડિયાને એક ઇ-મેઇલ મોકલીને આ હુમલાની જવાબદારી લીધી હતી અને એમ પણ કહ્યું હતું કે, વધુ હુમલા કરવામાં આવશે. અલબત્ત ભારતીય સત્તાવાળાઓએ કહ્યું હતું કે, આ ઇમેઇલ પ્રમાણિક છે પરંતુ આમા ઘણા વિરોધાભાષ રહ્યા હતા. ઇમેઇલ કરવા પાછળનો મુખ્ય હેતુ તપાસ સંસ્થાઓને ગેરમાર્ગે દોરવાનો રહ્યો હતો. ભારતીય ગૃહમંત્રાલયના સુત્રોએ કહ્યું હતું કે, બાંગ્લાદેશ સ્થિત સંગઠન હરકત ઉલ જેહાદ અલ ઇસ્લામી અથવા તો ઇસ્લામિક હોલીવોર મુવમેન્ટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. ગૃહમંત્રાલયના સુત્રોએ કહ્યું હતું કે, ઉંડી તપાસ થઇ ચુકી છે. પોલીસ મોડેથી બાંગ્લાદેશી ત્રાસવાદીઓની સાથે સાંઠગાંઠ ધરાવતા તત્વોની સંડોવણી આમા પકડી પાડી હતી જેના પરિણામ સ્વરુપે રાજસ્થાનમાં બાંગ્લાદેશી ગેરકાયદે ઇમિગ્રન્ટ સામે જોરદાર ઝુંબેશ ચાલી હતી. રાજસ્થાનમાં ૫૦૦૦૦ બાંગ્લાદેશી માઇગ્રન્ટ લોકોની હકાલપટ્ટી કરવાની યોજના ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.