‘અમે આજે નહી તો કાલે રામ મંદિરના દર્શન કરવા જઈશુ’: કોંગી ધારાસભ્યનુ મોટુ નિવેદન

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતી ખરાડી હાલમા કોંગ્રેસ છોડી ભાજપ મા જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં આવતા આજે દાંતા ખાતે સર્કીટ હાઉસમા કોંગ્રેસનાં કાર્યકર્તાઓની મીટીંગ મા દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા.
ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી. ધારાસભ્યે કહ્યું કે આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે નહીં ભવિષ્યમાં પણ વેચાશે નહીં.મને આ વિસ્તારની જનતાએ ત્રીજી વખત મેન્ડટ આપ્યો છે.હુ હેટ્રીક મારીને આવ્યો છુ.હું નહિ મારો વિસ્તાર આવ્યો છે મારો વિસ્તાર જીત્યો છે.કાંતિ ભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે નહીં
દાંતા ધારાસભ્ય રામ મંદિર ઉપર પણ બોલ્યા, રામ મંદિર તો બધાનું છે ખાલી ભાજપનું નથી,પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે એકલા જ ભાજપ વાળા ઉપાડીને ફરી રહ્યાં છે.ધાર્મિક આસ્થા ની વાત છે.અમે રામને આજીવન માનતા આવ્યા છીએ અને આગળ પણ માનવાના છીએ,પણ અત્યારે જે ચાલી રહ્યુ છે તે ભાજપ નુ પેતરૂ છે અને ભાજપ નુ રાજકારણ છે.
ધર્મ એ ધર્મ છે તેમાં રાજનીતિ ના હોવી જોઇએ.અમે રામ મંદિર ના દર્શન કરવા જઈશુ પણ એ મંદીર ભાજપ વાળા ના બાપનું નથી અમારુ પણ છે.અમે આજે નહિ તો કાલે જશું ખરા. રામ એમના કરતા અમારા હૈયા મા વધારે વસેલાં છે.જે લોકો મા નતા વસતા તે અત્યારે ફતવા કરી રહ્યાં છે. અધુરા મંદીર વિષે પણ બોલ્યા.
બુધવારે દાંતા સર્કીટ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતા ધારાસભ્ય ખરાડી હાજર રહ્યા હતા .બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાન ડામરાજી રાજગોર, અંબાજી કોંગ્રેસના પ્રમુખ તુલસીભાઈ જોશી, દુષ્યંતભાઈ આચાર્ય, કાનજી વણઝારા, મુરારી અગ્રવાલ, મુકેશ સિકરવાર, અલકેશ ગઢવી સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.