રામલલાના અભિષેક સમારોહને કારણે અયોધ્યામાં ભક્તોનો ધસારો

અયોધ્યા, જો તમે ૨૨ જાન્યુઆરીની આસપાસ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો થોડી ધીરજ રાખો કેમકે હાલમાં ત્યાં તમારે વધારે રૂપિયા ખર્ચવા પડી શકે છે. રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહને કારણે અયોધ્યામાં ભક્તોનો ધસારો છે.
સુરક્ષાને કારણે ઘણા મંદિરોમાં પ્રવેશવા માટે લાંબી રાહ જોવી પડે છે. સામાન્ય બજેટ હોટલોમાં રહેવાની સગવડ ઉપલબ્ધ નથી. જો રૂમ ઉપલબ્ધ હોય તો પણ મોં માંગ્યા રૂપિયા આપવા પડી શકે છે.
રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ અયોધ્યામાં હોટલોની સંખ્યા વધી છે પરંતુ રામભક્તોની વધતી સંખ્યા સામે રૂમો ઓછા પડી રહ્યા છે. હાલમાં સ્થિતિ એવી છે કે છેલ્લી ટુરિસ્ટ સીઝન સુધી લગ્ન સમારોહનું બુકિંગ કરાયેલા મેરેજ હોલમાં પથારી ગોઠવીને લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. એટલે કે ૨૧ અને ૨૨ તારીખે બુકિંગ માટેનો ભાવ સૌથી વધુ છે. આ દિવસે ૮૦૦ રૂપિયાની કિંમતના રૂમની માંગ ૧૨,૦૦૦ રૂપિયા સુધી છે.
દેશભરમાંથી લોકો રામ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવા અયોધ્યા આવી રહ્યા છે. દરેક વ્યક્તિ એક વાર તો અયોધ્યા આવવા માંગે છે. આવી સ્થિતિમાં અહીંનો હોટેલ ઉદ્યોગ સૌથી વધુ કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે હોટેલ ઈન્ડસ્ટ્રી હાલમાં અહીં પોતાનો પગપેસારો કરી રહી છે.
મંદિરના નિર્માણ પહેલા કોઈએ વિચાર્યું ન હતું કે આટલી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા આવશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બે વર્ષ પહેલા સુધી અયોધ્યાનો હોટેલ ઉદ્યોગ લગભગ મૃતપાય થઈ ગયો હતો. હવે અહીંની હોટલોમાં રહેવાની સગવડ નથી. લોકો પહેલાથી જ ફેબ્રુઆરી અને માર્ચ માટે બુકિંગ કરાવી રહ્યા છે.
મોટાભાગની હોટલો અને ગેસ્ટ હાઉસ હજુ પણ રહેણાંક બિÂલ્ડંગોમાં છે. તેમાં ખાવા-પીવાની કોઈ સગવડ નથી. ચા, નાસ્તો અને ભોજન માટે તમારે નજીકની દુકાનોમાં જવું પડશે.
૧૦ રૂપિયાની ચા માટે પણ તમારે ૪૦ રૂપિયા ચૂકવવા પડી શકે છે. કેટલાક સ્ટોલ પર ચા ૨૦ રૂપિયા પ્રતિ કપમાં મળે છે તો કેટલીક જગ્યાએ ૪૦ રૂપિયા પણ માંગવામાં આવે છે. નાસ્તામાં પુરી-છોલે અને મઠરીની પ્લેટ પણ ૫૦ રૂપિયામાં મળે છે. સામાન્ય સ્થળોએ તમારે એક પ્લેટ ભોજન માટે ૨૫૦ થી ૪૦૦ રૂપિયા ખર્ચવા પડી શકે છે. જોકે, મંદિરોની આસપાસ ભંડારો પણ ચાલી રહ્યો છે, જ્યાં ગરીબ લોકો પ્રસાદ લઈ રહ્યા છે.SS1MS