Western Times News

Gujarati News

આ કારણસર પુત્રીએ મિત્રો સાથે મળી પિતાની હત્યા કરી

મૃતક અવારનવાર પૂર્વ પત્ની અને તેની દીકરીને હેરાનગતિ કરતો હોઈ કંટાળીને કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો.

(એજન્સી)અમદાવાદ, ધોળકા બાવળા રોડ ઉપરથી અજાણ્યા શખ્સના મૃતદેહ મળી આવવાના મામલે મૃતકની હત્યા થયાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે હત્યા કેસમાં મૃતદેહની ઓળખ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી. મહત્વનું છે કે મૃતક અવારનવાર પૂર્વ પત્ની અને તેની દીકરીને હેરાનગતિ કરતો હોઈ કંટાળીને કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો.

પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ પાંચે આરોપીઓને ધ્યાનથી જુઓ…મહિલા આરોપી માતા- દીકરી અને તેમના મિત્રોની ગ્રામ્ય એલસીબી એ હત્યાના આરોપસર ધરપકડ કરી છે. ઘટના અંગે હકીકત એવી છે કે ગત ૧૩ જાન્યુઆરીના રોજ ધોળકા- બાવળા રોડ પાસે આવેલા ફાટક નજીક ખુલ્લી જગ્યાએથી હત્યા કરેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો.

જે અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ કરતા અજાણ્યા ઈસમની ઓળખ હર્ષદ રાજપૂત તરીકે હોવાની કરી હતી. બાદમાં પરિવારજનોની તપાસ કરતા હર્ષદ રાજપૂત છેલ્લા થોડાક દિવસોથી અસલાલી વિસ્તારમાંથી ગુમ થયો હતો અને તેનો મૃતદેહ ધોળકા બાવળા રોડ ઉપરથી મળી આવ્યાનું સામે આવ્યું. પોલીસને પરિવારજનોની પૂછપરછ કરતા પૂર્વ પત્ની અને દીકરી ઉપર શંકા ગઈ અને આકરી પૂછપરછ બાદ હત્યાનો આખોય મામલો ઉકેલાયો હતો.

પોલીસે પૂર્વ પત્ની અનિતા અને દીકરી કાજલની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક હર્ષદ રાજપૂત અનેક વખત દીકરી સાથે બિભત્સ માંગણીઓ કરતો અને પત્ની પાસે દારૂ પીવાના પૈસા માંગી તકરાર કરતો. જેથી કાજલને લાગી આવતા તેના મિત્રો સાથે હર્ષદ રાજપૂતનું કાસડ કાઢી નાખવા પ્લાનિંગ કર્યું હતું અને પ્લાનિંગ અનુસાર જ એક દિવસ પૂર્વ પત્ની અનિતા એ હર્ષદ રાજપૂતને ઘરે બોલાવી ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.