18 હજાર કિમી નોનસ્ટોપ ઉડી શકે તેવું ભારતનું પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટ લોન્ચ

એર ઈન્ડિયાના A350-900ના બિઝનેસ ક્લાસમાં 28 પ્રાઈવેટ સ્યુટ્સ છે. પ્રત્યેક ડાયરેક્ટ આઈલ એક્સેસ અને સ્લાઈડિંગ પ્રાઈવેસી ડોર સાથે 1-2-1 સીટ ગોઠવવામાં આવી છે.
બેગમપેટ એરપોર્ટ – હૈદરાબાદ, ભારતની અને એર ઈન્ડિયાની પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટનું આજે માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે ઉદ્યાટન કરવામાં આવ્યું છે. દેશના એવિએશન સેક્ટર માટે મહત્વની સફળતા સમાન આ એરબસ એ350 એરક્રાફ્ટ વિંગ્સ ઈન્ડિયા 2024ના પ્રથમ દિવસે લોન્ચ થયું છે.
આ માત્ર એર ઈન્ડિયાના કાફલામાં અત્યાધુનિક એરક્રાફ્ટના આગમન જ નહિં પરંતુ વૈશ્વિક સ્તરે એવિએશન ઈન્ડસ્ટ્રીના ટોચના ખેલાડી તરીકે ભારતના વધતા કદને પણ દર્શાવે છે.
Greetings from onboard @airindia #A350-900 VT-JRA. These are the first cabin photos of the aircraft from the #Hyderabad air show and VLO is ofcourse in Seat 1A 😎
Loving the business class seats, the brand new @Ferragamo ameniy kits, duvets and china wear.#AvGeek#PaxEx pic.twitter.com/ErLMilfWb1— VT-VLO (@Vinamralongani) January 18, 2024
એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “A350 એ એર ઈન્ડિયા માટે ગેમ ચેન્જર છે. તે માત્ર અમારા પેસેન્જર અનુભવમાં વધારો જ નહીં પરંતુ વિસ્તરણ માટેના નવા માર્ગો અને તકો પણ ખોલશે. અમારા વારસાને આવરી લેતાં સંપૂર્ણ ઈન્ટિરિયર રિફિટ સાથે એરક્રાફ્ટ 2024ના મધ્યમાં શરૂ થશે. આ પ્રોડક્ટનું અપગ્રેડેશન એ એર ઈન્ડિયાને વૈશ્વિક સ્તરે માર્કેટમાં મજબૂત સ્થાન અપાવવાનો મુખ્ય આધારસ્તંભ છે.”
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારત અને એર ઈન્ડિયાની પ્રથમ એરબસ A350નું ઉદ્ઘાટન કર્યું
Presenting @airindia ‘s brand new aircraft and India’s first Airbus A350. #ThisIsTata #NewAirIndia #WingsIndia2024 pic.twitter.com/ErAK1GTzSN
— Tata Group (@TataCompanies) January 19, 2024
A350નું આગમન એર ઈન્ડિયા માટે ઝડપી વૃદ્ધિ અને પરિવર્તનના સમયગાળા સાથે એકરૂપ છે. ટાટા ગ્રૂપના નેતૃત્વ હેઠળ, એરલાઇન મોટાપાયે ફેરફારો કરી રહી છે, જેનો હેતુ તેના હવાઈ કાફલાનું નવીનીકરણ, ગ્લોબલ રૂટ નેટવર્કનું વિસ્તરણ અને સર્વિસિઝમાં વધારો કરતાં વૈશ્વિક સ્તરે એવિએશન લીડર તરીકેની સ્થિતિ પુનઃપ્રાપ્ત કરવાનો છે.
એરબસ A350 -શક્તિશાળી અને બળતણ-કાર્યક્ષમ રોલ્સ-રોયસ ટ્રેન્ટ XWB એન્જિનોથી સજ્જ એરબસ A350 શ્રેષ્ઠ પ્રદર્શન, પર્યાવરણીય લાભો સાથે મુસાફરો માટે આરામદાયક સફર નિશ્ચિત કરે છે. તેની 9,700nm (18,000 કિમી) સુધીની પ્રભાવશાળી રેન્જ ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના સ્થળો માટે નોન-સ્ટોપ ફ્લાઇટ સર્વિસ સક્ષમ બનાવે છે.
મુસાફરો માટે અજોડ અનુભવ -A350 વિશાળ કેબિન, મોટી વિન્ડો, મૂડ લાઇટિંગ અને અદ્યતન એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ્સ ઓફર કરે છે અને વર્લ્ડ ક્લાસ કેબિન પ્રોડક્ટ્સ સાથે ભારતીય એરલાઇન્સ પર મુસાફરોના અજોડ અનુભવ માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરે છે. એર ઈન્ડિયાની A350-900 થ્રી-ક્લાસ કેબિનમાં 316 સીટ્સ ઉપલબ્ધ છે.
View this post on Instagram
લક્સ બિઝનેસ: એર ઈન્ડિયાના A350-900ના બિઝનેસ ક્લાસમાં 28 પ્રાઈવેટ સ્યુટ્સ છે. પ્રત્યેક ડાયરેક્ટ આઈલ એક્સેસ અને સ્લાઈડિંગ પ્રાઈવેસી ડોર સાથે 1-2-1 સીટ ગોઠવવામાં આવી છે. જેમાં એક બટન દબાવતા જ સ્યૂટ ખૂરશીઓ સંપૂર્ણપણે બેડમાં રૂપાંતરિત થાય છે, જે મુસાફરોને આકાશમાં પોતાનો પ્રાઈવેટ સ્યુટ હોવાનો અનુભવ આપે છે.
આ સ્યુટમાં પર્સનલ વોર્ડરોબ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસ, સુવિધાઓ અને જૂતા-ચંપલ મુકવા માટે પૂરતી જગ્યા ઉપરાંત અરીસો સહિત મુસાફરની મોટાભાગની જરૂરિયાતને આવરી લેવામાં આવી છે. 21-ઇંચ એચડી ટચસ્ક્રીન અને વિડિયો હેન્ડસેટ એક ઇમર્સિવ મનોરંજન અનુભવ પ્રદાન કરે છે, જ્યારે યુનિવર્સલ A/C અને USB-A પાવર આઉટલેટ્સ મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ચાર્જ કરવાની સુવિધા આપે છે.
અપસ્કેલ પ્રીમિયમ ઈકોનોમીઃ એર ઈન્ડિયાના A350-900 પર વિશિષ્ટ પ્રીમિયમ ઈકોનોમી કેબિનમાં 2-4-2 રૂપરેખામાં 24 પહોળી સીટ ધરાવે છે, જેમાં 38 ઈંચની લંબાઈ, 18.5 ઈંચની પહોળાઈ અને 8 ઈંચના ઢોળાવ ધરાવતી સીટ આરામદાયક બેઠકનો અનુભવ આપે છે. દરેક સીટમાં 4-વે એડજસ્ટેબલ હેડરેસ્ટ અને કસ્ટમાઈઝ્ડ આરામ માટે પગને આરામ આપવા લેગ રેસ્ટ અને 13.3-ઈંચની HD ટચસ્ક્રીન અને યુનિવર્સલ AC અને USB-A પાવર આઉટલેટ્સ છે.
અનુકૂળ ઈકોનોમીઃ ઈકોનોમીમાં 3-4-3ના ધોરણે કુલ 264 સીટ્સ છે. જેમાં પ્રત્યેક સીટની પહોળાઈ 17.5 ઈંચ, લંબાઈ 31 ઈંચ, અને 6 ઈંચનો ઢોળાવ છે. 4-વે એડજસ્ટેબલ હેડરેસ્ટ તથા 12 ઈંચની ટચસ્ક્રીન અનુકૂળ બેઠક સાથે સ્ટાઈલિશ ફ્લાઈંગ એક્સપિરિયન્સ આપે છે.
શરૂઆતઃ એર ઈન્ડિયાની A350 22 જાન્યુઆરી 2024ના રોજ સત્તાવાર ધોરણે સેવાઓ શરૂ કરશે. જે શરૂઆતમાં બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈની ફ્લાઈટ્સ પર ક્રૂ પરિચય માટે સ્થાનિક રીતે કાર્યરત છે. ત્યારબાદ આ વિમાનને આંતરરાષ્ટ્રીય રૂટ પર તૈનાત કરવામાં આવશે.
પ્રથમ A350 લોન્ચ, બાદમાં વધુ પાંચ સામેલ થશે -એર ઈન્ડિયાનું પહેલું A350, રજીસ્ટર્ડ VT-JRA એરઈન્ડિયાની પ્રથમ એરબસ છે. એરઈન્ડિયાની 20 એરબસ A350-900 ઓર્ડર પૈકી વધુ પાંચની ડિલિવરી માર્ચ 2024 સુધીમાં થવાની છે. એર ઈન્ડિયાના ફર્મ ઓર્ડરમાં 20 A350-1000 સહિત એરબસ સાથે 250 નવા એરક્રાફ્ટ સમાવિષ્ટ છે.