Western Times News

Gujarati News

LoC પર ગમે ત્યારે સ્થિતી બગડી શકે છે: બિપીન રાવત

File

નવી દિલ્હી, પાકિસ્તાનથી જોડાયેલી લાઇન ઑફ કંટ્રોલ એટલે કે એલઓસી પર કોઈપણ સમયે સ્થિતિ બગડી શકે છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આ વાતની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય સેના આવી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ પહેલા મંગળવારનાં એક ટીવી ચેનલનાં કાર્યક્રમમાં આર્મી ચીફે કહ્યું હતુ કે પાકિસ્તાનને નિયંત્રિત કરવાની જરૂર નથી.

સેના પ્રમુખે કહ્યું કે, “પાકિસ્તાન એવો દેશ જે પોતાને જ ખત્મ કરવાની તરફ આગળ વધી રહ્યો છે.” જનરલ રાવતે કહ્યું કે, “પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે તે પોતાની રીતે જ અનિયંત્રિત થઈ રહ્યો છે.” તેમણે કહ્યું હતુ કે, “પાકિસ્તાનને કંટ્રોલ કરવાની જરૂરિયાત નથી. તે ખુદ જ ડીકંટ્રોલ થઈ રહ્યો છે અને કદાચ આપણે કોઈ કાર્યવાહી કરવાની જરૂર જ નહીં પડે. તે ખુદને ખત્મ કરવાના રસ્તે છે.

ઉલ્લેખનીય છે કે સરહદ પર પાકિસ્તાને મંગળવારનાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતે નિષ્ફળ કરી દીધો હતો. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં 2 ભારતીય જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપતા પાકિસ્તાનનાં 2 સૈનિકો અને 3 ઘૂસણખોરોને ઠાર કર્યા હતા, તો બીજા 4 પાકિસ્તાની સૈનિકોને ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનને કેટલીક ચોકીઓ પણ ધ્વસ્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.