મુસ્લિમ મહિલા ટીબીથી પિડાતા લાવારિશ હિંદુ યુવકની ત્રણ મહિનાથી પુત્રની જેમ સેવા કરી રહી છે
સુરતના ચોક બજાર પાસે ફુટપાથ પરથી બિનવારસી મળી આવ્યો હતો પ્રદિપરામ
સુરત, આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય, સગા ભાઈએ ભાઈને દગો આપ્યો હોય. આવા સમયમાં સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોમી એકતાના જ નહીં પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે. મુસ્લિમ વૃદ્ધા એક કે બે નહિ પરંતુ ત્રણ મહિનાથી જનેતાની જેમ ટીબીથી પીડિત હિન્દુ દર્દીની સેવાચાકરી કરી રહી છે. A Muslim woman has been serving a helpless Hindu youth suffering from TB like a son for three months
ચોકબજાર ખાતે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં મળી આવેલા 42 વર્ષીય પ્રદિપરામ કિશન ગુપ્તા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને ગંભીર પ્રકારની ટીબી હોવાનું નિદાન થતા હાલમાં વોર્ડમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોની ટીમ તેને જલ્દી સ્વસ્થ કરવા માટે મહેનત કરી રહી છે. બીજી બાજુ શરૂઆતમાં ડોક્ટરો અને સ્ટાફને પણ એવું વિચારતા હતા કે પ્રદીપના કોઈ સગા આવી જાય તો તેને પરિવારની હૂંફ પણ મળશે.
તે દરમિયાન જાણે ફરિશ્તાની જેમ 60 વર્ષીય ફરિદાબાનુ ત્યાં આવી પહોંચ્યા હતા. સેવાભાવિ સ્વભાવના ફરિદાબાનુને જયારે ખબર પડી કે પ્રદીપ એકલો જ છે તેની પાસે કોઈ સગા નથી. ત્યારે તેમનાથી રહેવાયું નથી અને તેમણે નક્કી કરી લીધું કે હવે તેઓ પોતે પ્રદીપની દેખરેખ કરશે. ફદારીદા બાનુએ જણાવ્યું હતું કે ત્રણ મહિનાથી તેઓ પ્રદીપની સાથે જ છે.
ચોવીસ કલાકમાંથી ફક્ત ન્હાવા માટે જ તેઓ પોતાના ઘરે જાય છે ત્યાર બાદ આખો સમય તેઓ પ્રદીપ સાથે જ વોર્ડમાં રહે છે. પ્રદીપ સાથે તેમણે જાણે પુત્રની જેમ સંબંધ બની ગયો હોય તે રીતે તેઓ તેની દેખરેખ અને સારસંભાળ રાખી રહ્યા છે. એટલુંજ નહીં એક બાજુ જયારે ડોક્ટરો તેને દવાથી સ્વસ્થ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફરિદાબાનુ તેની માટે દુઆ કરે છે. પવિત્ર મક્કાથી લાવવામાં આવેલું પાણી તેને પીવડાવે છે. જેથી દવા અને દુઆના સહારે તે જલ્દી સ્વસ્થ થઇ જાયે તેવી આશા ફરિદાબાનુએ વ્યક્ત કરી હતી. જે રીતે તેઓ નિસ્વાર્થભાવે અને માનસેવાના નાતે પ્રદીપની સેવાચાકરી કરી રહ્યા છે તે જોઈ ડોકટરો પણ ગદગદ થઇ ગયા છે.
સામ્પ્રદાયિક એકતાનું અનોખું ઉદાહરણ :ડો .અરવિંદ પાંડે-શરૂઆતમાં પ્રદીપની સ્થિતિ ગંભીર હતી. જો કે હવે ધીરે ધીરે તેની તબિયતમાં સુધાર આવી રહ્યો છે. જયારે શરૂઆતમાં તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે બિનવારસી તરીકે હતો. પરંતુ ફરિદાબાનુ જે પોતે એક મુસ્લિમ જે પરંતુ જાતિ અને ધર્મ ભૂલી માનવતામાં વિશ્વાસ કરીને એક માતાની જેમ પ્રદીપની સેવાચાકરી કરી રહ્યા છે.
માંની જેમ તેની સારસંભાળ લઇ રહયા છે. આજે એવો યુગ છે કે ભાઈ ભાઈને પૂછતો નથી. આવી પરિસ્થિતિઓમાં સહારો મળવો એ ધર્મ અને જાતિથી ઉપર કહેવાય. માનવસેવાનો આ સૌથી મોટું ઉદાહરણ છે. ખાસ કરીને ધર્મ અને જાતિના નામે લડનારાઓ માટે આ એક આંખ ખોલનારો કિસ્સો છે. ડો.અરવિંદ પાંડે (વડા ટીબી એન્ડ ચેસ્ટ વિભાગ , સ્મીમેર હોસ્પિટલ)