Western Times News

Gujarati News

ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

અમદાવાદ: આજથી ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયાના આંગણે ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આજના શુભ પ્રસંગે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના પત્ની અંજિલબહેન રૂપાણી સાથે હાજર રહ્યા હતા. સતત પાંચ દિવસ ચાલનારા આ મહાઉત્સવનો આજથી ભવ્ય પ્રારંભ થતાં ભકિતનો માહોલ છવાયો હતો.


લક્ષચંડી મહાયજ્ઞમાં દેશ-વિદેશથી ૫૦લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાના હોઇ આ ઐતિહાસિક ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે પાટીદારોએ પોતાની જમીન, સોનુ, પૈસા બધુ જ માં ઉમિયાના ચરણોમાં જાણે ન્યોછાવર કરી દીધુ છે. ઊંઝાના ખેડૂતોએ માત્ર ૧૦ જ મિનિટમાં મહાઉત્સવ ઉજવવા માટે લેખિતમાં સમંતિ આપીને વિનામૂલ્યે જમીન સોંપી હતી. લક્ષચંડી મહાયજ્ઞના આયોજન માટે ખેડૂતોએ એકીસૂર કોઈપણ જાતના વળતર વગર મા અમે તૈયાર છીએ કહી પોતાની જમીન મફતમાં આપી દીધી હતી. ૫૦૦ ખેડૂતોએ ૧૦૦૦ વીઘા જમીન લક્ષચંડી મહાયજ્ઞના આયોજનને પગલે ખેડૂતોએ બે સિઝનનો પાક પણ જતો કર્યો હતો. જમીન સંપાદન કમિટીના ચેરમેન મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચારેક મહિના પહેલા જમીન સંપાદન કરી હતી.

ખેડૂતોએ બે સિઝનના પાક છોડીને કોઈપણ વળતર વગર જમીન આપી હતી. ખેડૂતોએ માતાજીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, અમારા અહોભાગ્ય કે અમારી જમીન પર આ પર આવો પ્રસંગ થાય. પ્રસંગ ઉજવવાનું નક્કી કરાયું તેને લઈને અમે પેમ્ફલેટ આપીને ઉમિયા માતા મંદિર ખાતે સભાખંડમાં મિટિંગ કરી હતી. જ્યાં પ્રસંગ ઉજવવાની જાહેરાત કરી હતી અને તેમની સંમિત માંગી હતી. બધાએ ૧૦ જ મિનિટમાં લેખિત સમંતિ આપીને દીધી હતી. ૫૦૦ ખેડૂતોએ ૧ હજાર વીઘા જમીન આપી હતી. ૮૦૦ વીઘા જમીન પર હાલ લક્ષચંડી મહાયજ્ઞનું પ્લાનિંગ કર્યું છે અને ૨૦૦ વીઘા જમીન પા‹કગ માટે આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.