Western Times News

Gujarati News

ઈઝરાયેલમાં ગૃહયુદ્ધ ભડકવાની સ્થાનિક મીડિયાની ચેતવણી

તેલઅવિવ, ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ૧૦૦ દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે નેતન્યાહૂની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધતી જઇ રહી છે. એક ઈઝરાયલી અખબાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો અને ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે તેલ અવીવમાં મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેના લીધે ઈઝરાયલમાં ગૃહયુદ્ધની સ્થિતિ ભડકી શકે તેવી ભરપૂર સંભાવના છે.

અખબારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં એક દુઃસ્વપ્ન સમાન કેબિનેટ હેઠળ ઈઝરાયલમાં એક મોટાપાયે ગૃહયુદ્ધની સ્થિતિ ભડકી શકે છે.

લોકો હમાસ સામેના યુદ્ધનો અંત લાવવા અને ઈઝરાયલના બંધકોને મુક્ત કરાવવાની માગ કરી રહ્યા છે. લોકોએ માગ કરી છે કે ઈઝરાયલી સરકાર હમાસ સાથે ડીલ કરે અને દેશના કેદ બંધકોને તેની કેદમાંથી આઝાદ કરાવે. પરંતુ નેતન્યાહૂના મગજમાં બીજું કંઇ જ ચાલતું હોય તેમ હમાસ પર આક્રમક અંદાજમાં હુમલા કરી રહ્યું છે જેમાં બંધકોના પણ જીવ જઈ રહ્યા છે અને સાથે જ ઈઝરાયલને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ઈઝરાયલના અખબારે દાવો કર્યો હતો કે ઈઝરાયલના રસ્તાઓ પર ઊતરી આવેલી ભીડના દૃશ્યો જાેઈને જ સમજાઈ જાય છે કે કેવી સ્થિતિ છે. આ ભીડ ગમે ત્યારે ભડકી શકે છે અને એક મોટી હિંસા ભડકાવી શકે છે જેના પગલે દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ જાેવા મળી શકે છે. આ દેખાવકારોને દેશના ગદ્દારો તરીકે અને રાષ્ટ્ર સાથે દગો કરનારા તરીકે વર્ણવામાં આવી રહ્યા છે અને ગાઝામાં હમાસ સામે લડનારા સૈનિકો પણ વાપસી કરવા લાગ્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.