Western Times News

Gujarati News

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જેતપુર માર્કેટ યાર્ડ રહેશે બંધ

જેતપુર, અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ૨૨ જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૭૦૦૦થી વધુ લોકો ભાગ લેવાના છે. પવિત્રતા પહેલા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. કલશ પૂજા પણ શરૂ થઈ ગઈ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે. એવું માનવામાં આવે છે કે શરૂઆતના મહિનામાં અહીં લાખો ભક્તો આવશે.

આ દરમિયાન જેતપુર માર્કેટ યાર્ડ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૨ તારીખને સોમવારે જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે. જેતપુર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા ૨૨ તારીખ ના રોજ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતોને તેમની જણસી ન લાવવા અપીલ કરવામાં આવી છે.

તાજેતરમાં જેતપુર યાર્ડમાં જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચેરમેન જેન્તીભાઇ હીરપરા, વાઇસ ચેરમેન હરેશભાઈ ગઢીયા, પૂર્વ ચેરમેન દિનેશભાઈ ભૂવા વગેરેની હાજરીમાં ઓપન ઓકશન પ્લેટફોર્મમાં શે ડબનાવવાના કામનું મુહૂર્ત થયું હતું. ખેડૂતોના હિતોને ધ્યાને લઈ બદલાતી હવામાનની પરિસ્થિતિ અનુસાર માવઠાઓને અનુલક્ષીને કાયમી ધોરણે ઓપન ઓકશન પ્લેટફોર્મ પર શેડ તૈયાર કરાશે .

આ શેડ બનતા જેતપુર બજારવિસ્તાર, આસપાસના તાલુકાઓમાંથી આવતાખેડૂતો જણસીઓ જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવશે ત્યારે તેઓને બદલતા વાતાવરણથી રક્ષણ મળશે, પોતાની જણસીઓની ગુણવતા જળવાય રહેશે, ઉત્તમ ભાવ મળશે. આગામી સમયમાં યાર્ડને વધુ અદ્યતન- સંપૂર્ણ સુવિધાયુક્તબનાવવા વધારે, રાહત દરે ખેડૂતો, વેપારીઓ તેમજ યાર્ડ સાથે સંકળાયેલ લોકોને જમવા માટેકેન્ટીનની સુવિધા ઊભી કરાશે.

વિશ્વની સૌથી મોંઘી રામાયણમાંથી એક અયોધ્યા પહોંચી ગઈ છે. આ રામાયણની કિંમત ૧.૬૫ લાખ રૂપિયા છે. રામાયણ લખવા માટે વપરાતી શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે અને કાગળ ફ્રાન્સમાં બને છે. તેને બનાવવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રામાયણનું વજન ૪૫ કિલોગ્રામ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.