પ્રજ્ઞાચક્ષુ જર્મન સિંગરનું રામ ભજન ખૂબ જ વાયરલ
નવી દિલ્હી, અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર રચાઈ રહ્યું છે. ૨૨ જાન્યુ.એ ત્યાં રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકોને આમંત્રિત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. અત્યારે દેશ વિદેશના લોકો ભગવાન શ્રીરામનાં ભજન ગાઈ રહ્યા છે. જે વડાપ્રધાન સતત શેર કરી રહ્યા છે.
નેપાળથી- અમેરિકા સુધી તે અંગે ઉત્સાહ વ્યાપી રહ્યો છે. ત્યારે એક પ્રજ્ઞાચક્ષુ જર્મન સિંગરનું ભજન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ વિડીયોમાં તેઓ ‘રામ આએંગે તો અંગના સજાઉંગી’ નું ભજન ગાતાં દેખાય છે. દુઃખદ વાત તે છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. સાથે સુખદ વાત તે છે કે ૨૧ વર્ષના કેસેન્ડ્રા એરિપરમાન દુનિયાની કેટલીએ ભાષાઓ જાણે છે.
તેઓ તે દરેક ભાષામાં ગીત ગાય છે. કેટલાક દિવસો પહેલા તેઓએ શ્રી હરિ સ્તોત્રમ ગાયું હતું. તે પૂર્વે તેઓએ પણ ગાયું હતું. ઉલ્લેખનીય છે કે જર્મની અને થાઈલેન્ડમાં તથા સિંહલ દ્વિપમાં સંસ્કૃત જાણનારા ઘણા છે. તે પૈકી જર્મની તો સંસ્કૃતનું મહત્વનું કેન્દ્ર છે.
વડાપ્રધાન મોદીએ કેસેન્ડ્રાના ભજનો અને સ્તુતીઓના ભરપેટ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું, આ સુરીલો અવાજ અને તેનો એક એક શબ્દ ભાવના દર્શાવે છે. તે સાંભળતાં આપણે ઈશ્વર સાથે એકરૂપ થઈએ છીએ. તમોને જાણીને આશ્ચર્ય થશે કે તે જર્મનીની એક પુત્રી છે. SS2SS