મોડાસા સરસ્વતિ બાલમંદિરમાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
મોડાસા સરસ્વતિ બાલમંદિર વી એસ શાહ પ્રાથમિક શાળામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અયોઘ્યા નગરી માં થઈ રહ્યો છે તેના અનુસંધાન માં રામ મહોત્સવ વી એસ શાહ પ્રાથમિક શાળામાં યોજાયો.જેમાંબાળકો રામ.સીતા તેમજ અલગ અલગ વેશભૂષા માં આવેલ શાળા માં રામધૂન,ભજન કીર્તનનો પ્રોગ્રામ થયેલ.
ભક્તિમય વાતાવરણ થયેલ. આ પ્રસંગે પ્રમુખ નિલેશ જોશી,મંત્રી શ્રી નવનીત પરીખ, મયુર બૂટાલા, મુકુંદ શાહ, રમણભાઈ પ્રજાપતિ તેમજ આચાર્ય શ્રીકાન્ત ગાંધી, શિક્ષક ભાઈ તેમજ બહેનો વિદ્યાર્થી ઓ હાજર રહેલ. (તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા)