હનુમાન ફિલ્મની ટીમે રામ મંદિર માટે ૨,૬૬,૪૧,૦૫૫ રુપિયા દાન કર્યુ
હનુમાન ફિલ્મના નિર્માતાઓએ પહેલા ફિલ્મના પ્રીમિયર દરમ્યાન વેચાયેલ ૨,૯૭,૧૬૨ ટિકિટોમાંથી મળેલી આવક ૧૪,૮૫,૮૧૦ રુપિયાનો ચેક આપી ચુક્યા છે,
(એજન્સી)મુંબઈ, પ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ હનુમાન ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.
ફિલ્મ નિર્માતાઓએ હાલમાં અયોધ્યા રામ મંદિર માટે દરેક ટિકિટના વેચાણ પર પાંચ રુપિયા આપવાનો નિર્ણય કર્યો હતો, નિર્માતાઓએ આપેલુ વચન આજે તેમણે પુરુ કર્યુ છે. ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે ૨,૬૬,૪૧,૦૫૫ રુપિયા દાન કર્યુ હતું. આ ફિલ્મે વિશ્વભરમાંથી ૧૫૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે. ફિલ્મની ટીમનું કહેવું છે કે, ફિલ્મ ‘હનુમાન’ ને આજે બીજા અઠવાડિયે પણ દેશ- વિદેશમાં બોક્સ ઓફિસમાં સારી પરફોર્મન્સ બતાવી રહી છે. Film HanuMan donated ₹14,25,810 to Ram Mandir in Ayodhya from tickets. And, they take off their footwear while doing the donation.
પ્રી-રિલીઝ ઈવેન્ટ દરમિયાન નિર્માતાઓએ કહ્યું હતું કે, રામ મંદિર માટે ફિલ્મની જે પણ ટિકિટો વેચાશે તે દરેક ટિકિટમાંથી પાંચ રુપિયા આપવાનો ઉલ્લેખ કર્યો હતો. હનુમાન ફિલ્મના નિર્માતાઓએ પહેલા ફિલ્મના પ્રીમિયર દરમ્યાન વેચાયેલ ૨,૯૭,૧૬૨ ટિકિટોમાંથી ૧૪,૮૫,૮૧૦ રુપિયાનો ચેક આપી ચુક્યા છે, ત્યાર બાદ બીજી કુલ ૫૩,૨૮,૨૧૧ ટિકિટોમાંથી ૨,૬૬,૪૧,૦૫૫ રુપિયાનું યોગદાન કર્યુ છે.