Western Times News

Gujarati News

પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ કંગના ઝુમવા લાગી

જય શ્રી રામના નારા લગાવ્યા

કંગના એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી ગઈ હતી અને રામ નગરીમાં રામભદ્રાચાર્ય સાથે મુલાકાત કરી હતી

નવી દિલ્હી, 
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં બોલીવુડ એક્ટ્રેસ કંગના રાનૌત પણ આવી હતી. કંગના ભગવાન રામના આગમનથી ખૂબ જ ખુશ દેખાઈ હતી. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જોર જોરથી જય શ્રી રામના નારા લગાવતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર કંગનાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં આયોજીત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કંગના રાનૌત પણ હાજર રહી હતી. કંગના એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી ગઈ હતી અને રામ નગરીમાં રામભદ્રાચાર્ય સાથે મુલાકાત કરી હતી. તેણે હનુમાન મંદિરમાં હવન કર્યો અને મંદિરની સાફ સફાઈ પણ કરી હતી.

કંગના સજીધજીને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામના આગમની કંગના રાનૌત ખૂબ જ ખુશ જોવા મળી હતી. જેવું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો કે, કંગના પોતાની ખુશી રોકી શકી નહોતી. જોર જોરથી જય શ્રી રામના નારા લગાવતી જોવા મળી હતી. ક્વિન એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર કાર્યક્રમનો વીડિયો શેર કર્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.