ફિલ્મ એનિમલનાં એક સીન બાદ રશ્મિકા મંદાના ખૂબ રડી
રશ્મિકાએ એનિમલમાં રણબીર કપૂરની પત્નીનો રોલ કર્યો છે
રશ્મિકાએ કહ્યું આખી સિક્વન્સ એક જ વારમાં કરવાની હતી કારણ કે તેમાં ઘણું બધું થઈ રહ્યું હતું
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ એનિમલએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં હતી અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળી હતી. રશ્મિકા મંદાનાએ ફિલ્મમાં રણબીર કપૂરની પત્નીની ભૂમિકા ભજવી હતી અને અભિનેતા સાથે કેટલાક બોલ્ડ દ્રશ્યો પણ આપ્યા હતા.
રશ્મિકાએ એનિમલમાં રણબીર સાથે કેટલાક કિસિંગ સીન પણ આપ્યા છે. જો કે, હવે અભિનેત્રીએ ફિલ્મના સીનનો ખુલાસો કર્યો છે, જેના પછી તે સેટ પર રડી પડી હતી. આટલું જ નહીં, આ સીન કર્યા પછી તે રણબીર કપૂર પાસે પણ ગઈ અને ચર્ચા કરી હતી. રશ્મિકા મંદન્નાએ ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરને થપ્પડ મારતા તે સીન વિશે ખુલીને વાત કરી હતી.
ગયા મહિને રિલીઝ થયેલી સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મના એક દ્રશ્યમાં તે અભિનેતાના પાત્ર રણવિજયને થપ્પડ મારતી જોવા મળી હતી. હવે એક નવા ઈન્ટરવ્યુમાં રશ્મિકાએ આ સીન વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે આ સીન શૂટ કર્યા બાદ તે રડી પડી હતી. વાત કરતાં રશ્મિકાએ કહ્યું આખી સિક્વન્સ એક જ વારમાં કરવાની હતી કારણ કે તેમાં ઘણું બધું થઈ રહ્યું હતું. તે ધાર્યું ન હતું. મને ખબર ન હતી કે હું શું કરવા જઈ રહી છું.
સંદીપે માત્ર મને એ અનુભવવા કહ્યું કે આ સ્થિતિમાં કોઈને કેવું લાગશે. બસ આ યાદ રાખવાનું છે. મને એક્શન અને કટ વચ્ચે કંઈ યાદ નથી. હું તેને પ્રેસોસ કરી શકતી નથી, મારું મગજ બિલકુલ ખાલી થઈ રહ્યું હતું. અભિનેત્રીએ આગળ કહ્યું આ સીન શૂટ કર્યા પછી હું ખરેખર રડી પડી હતી. મેં રણબીરને થપ્પડ મારી છે.
હું માત્ર આ બૂમો પાડી રહી હતી. આ અંગે અફરાતફરી થઇ ગઇ. પછી હું રણબીર પાસે ગઇ અને પૂછ્યું – શું તે ઠીક હતું? તમે ઠીક છો? અમે આ સિક્વેન્સ અડધા દિવસમાં પૂરું કર્યું. મને તે ઠીક લાગ્યું અને ફીલ થયું કે એક અભિનેતા તરીકે બેસ્ટ લેવલ હતું. લોકો દર વખતે આવી સિક્વન્સ લખી શકતા નથી. હું ખુશ છું કે મેં આ ફિલ્મ કરી, આ સિક્વન્સ એટલી સારી રીતે કરી. હું પોતે આને લઇ સરપ્રાઇઝ હતી.
એનિમલની વાત કરીએ તો આ ફિલ્મ એક માણસ અને તેના પિતા વચ્ચેના ટોક્સિક સંબંધોની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં વિજય (રણબીર દ્વારા ભજવવામાં આવેલ) એક એન્ટી હીરો તરીકે દર્શાવવામાં આવ્યો છે જે પોતાના પિતાની રક્ષા માટે કોઈપણ પણ હદ સુધી જઇ શકે છે, જેમાં મશીનગન વડે ૨૦૦ લોકોને મારી નાખવાનો પણ સમાવેશ થાય છે. જો કે, તેના ઘણા પ્રયત્નો છતાં, તેને તેના પિતાનો પ્રેમ અને મંજૂરી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.
એનિમલ ભારતીય બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે. વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો તેણે રૂ. ૯૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.ss1