Western Times News

Gujarati News

રાજકોટના રવિવારી માર્કેટનું મહિનાનું ટર્નઓવર ૧૨-૧૫ કરોડ રૂપિયા

રિસર્ચમાં આંકડા આવ્યાં બહાર

મહિનામાં ૧૨થી ૧૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે અને અહીં ૯૦થી ૭૦ હજાર લોકો મુલાકાત લે છે

રાજકોટ, રવિવારી માર્કેટનું નામ પડે એટલે આપણને સૌથી પહેલા સસ્તી વસ્તુનો વિચાર આવે. હવે વિચારો કે જ્યાં સસ્તી વસ્તુ મળતી હોય ત્યાં ટ્રાફિક કેવો હોય અને ઘરાકી કેવી હોય. તમને રાજકોટના જ રવિવારી માર્કેટના ટર્ન ઓવર વિશે જણાવીએ તો એક દિવસનુ ટર્નઓવર અહિંયા ૪થી ૫ કરોડ રૂપિયાનું થાય છે.

જ્યારે મહિનાનું ટર્નઓવર ૧૨થી ૧૫ કરોડ રૂપિયા થાય છે. ત્યારે રાજકોટના ડો. હિરેન મહેતા દ્વારા એક માઈક્રો એન્ટરપ્રિનીયર પર રિસર્ચ કરવામાં આવ્યું છે. ડો. હિરેનભાઈ દ્વારા રાજકોટની રવિવારી માર્કેટ પર માઈક્રો એન્ટરપ્રિનીયર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, રવિવારી માર્કેમાં ૨૭૦૦ નાના નાના ધંધાઓ ધમધમે છે. મહિનામાં ૧૨થી ૧૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે અને અહીં ૯૦થી ૭૦ હજાર લોકો મુલાકાત લે છે.

રાજકોટની રવિવારી માર્કેટમાં તમને સોયથી લઈને સાયકલ સુધીની તમામ વસ્તુઓ મળી જાય છે. અહીં જૂનુ અને નવું ફર્નિચર પણ મળી જાય છે. આજી ડેમ રાજકોટ ખાતે રવિવાર બજાર રવિવારના દુકાનદારો માટે આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. સુરેન્દ્રનગરથી ખરીદી કરવા માટે આવેલા અતુલભાઈ પંડ્યાએ કહ્યું કે, નાનામાં નાની સોઇથી લઈને સાયકલ સુધીની તમામ વસ્તુઓ મળી જાય છે.

તેઓ ફર્નિચરની ખરીદી માટે આવ્યા હતા. તેમને કહ્યું કે, ગુગલ પે અને કેશ બંનેથી પેમેન્ટ થઈ શકે છે. કોઈ પણ નવી વસ્તુ બજાર કરતા એકદમ ઓછા ભાવમાં અહિંયા મળી જાય છે. ગુજરાતમાં પહેલીવાર રાજકોટમાં માઈક્રો એન્ટરપ્રિનીયરનું રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચ પેપરને UGC કેર લીસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયેલું છે અને શ્રીનગર પછી ગુજરાતમાં સૌપ્રથમ વખત માઈક્રો એન્ટરપ્રિનીયર ઉપર રિસર્ચ કરવામાં આવેલ છે.

ભારતમાં આત્મનિર્ભરતાનું આ માર્કેટ પ્રતિક ગણવામાં આવે છે. રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલુ આ માર્કેટ ૭.૫૦ લાખ ફૂટમાં ફેલાયું છે. આ માર્કેટ છેલ્લા ૪૦ વર્ષથી ધમધમે છે. સેકન્ડ હેન્ડ કપડા અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરતું બજાર આજી ડેમના દરેક ખૂણેથી ગ્રાહકોને આકર્ષે છે. રવિવાર બજાર અઠવાડિયામાં માત્ર એક જ વાર ખુલે છે સાત દિવસની કમાણી થઇ જાય છે.બજાર દ્વારા લગભગ રૂ. ૧૨.૫ કરોડનું માસિક ટર્નઓવર જનરેટ થઈ રહ્યું છે.

આ રિસર્ચ માટે ઇન્ટરવ્યુના સમયથી અત્યાર સુધીમાં ૧૦૦ ઇન્ટરવ્યુ લેનારાઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યાં હતાં. આ સંશોધન દર્શાવે છે કે, બજારમાં વેચાતી સેકન્ડ હેન્ડ અને સારી બંને વસ્તુઓ સામાન્ય કિંમત કરતાં સસ્તી વેચાય છે. રાજકોટમાં રવિવાર બજાર તાજા ઉત્પાદનો, કપડાં, એસેસરીઝ, ઘરગથ્થુ સામાન સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી જોવા મળે છે. બજાર ઘણા સૂક્ષ્મ સાહસિકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત છે.

જેઓ તેમની આજીવિકા માટે રવિવારના બજારમાં તેમના વેચાણ પર આધાર રાખે છે. આ અભ્યાસ રવિવારના બજારમાં સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકતાની આર્થિક અસરનું વિશ્લેષણ કરે છે. જેમાં સ્થાનિક વ્યવસાયોમાં તેના યોગદાન અને રાજકોટ શહેરના એકંદર જીડીપીનો સમાવેશ થાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.