Western Times News

Gujarati News

પેટ્રોનાસ TVS વન-મેક ચેમ્પિયનશિપ-૨૦૨૪ માટે મહિલા તથા રુકી કેટેગરીની તાલીમ અને પસંદગીની જાહેરાત

મુંબઈ, દિલ્હી, કોલકાતા તથા ચેન્નાઈ ખાતે સિલેક્શન રાઉન્ડ યોજાશે-રાઇડરોએ રેસ-સ્પેક ટીવીએસ અપાચે RTR-200 તથા RR-200 મોટરસાઇકલો ઉપર સ્પર્ધા કરવાની રહેશે

બેંગાલુરુ, મોટર-સ્પોર્ટ્સના શોખીન લોકોના ઘડતર માટે પ્રતિબદ્ધ તથા ચાર ચાર દાયકાના મજબૂત રેસિંગ-અનુભવથી સમૃદ્ધ એવી ટીવીએસ-રેસિંગ હવે ૨૦૨૪-પેટ્રોનાસ ટીવીએસ વન મેક ચેમ્પિયનશિપ ટ્રેઇનિંગ-સિલેક્શન કરનાર છે. સિલેક્શન રાઉન્ડ જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા મે-૨૦૨૪ દરમિયાન ચાર મહત્ત્વનાં શહેરોમાં યોજાશે. મહત્ત્વાકાંક્ષી મહિલાઓ તથા રુકી રાઇડરો વન મેક ચેમ્પિયનશિપ માટેની તક ઝડપીને પોતાનું પ્રદર્શન દર્શાવી શકે છે.

TVS રેસિંગ દ્વારા વર્ષ ૨૦૧૬થી દેશભરમાં ૭૦૦થી વધારે મહત્ત્વાકાંક્ષી મહિલા-રેસરોને તાલીમ આપવામાં આવી છે અને હવે તે મહિલાઓના વર્ગની આઠ આવૃત્તિ તથા રુકી વર્ગની ત્રીજી આવૃત્તિ, ઉત્સાહીઓમાં પ્રતિભાને ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ બનીને ૧૮ વર્ષથી ઓછી વયના સ્પર્ધકો માટે તાલીમ તથા પસંદગી રાઉન્ડ યોજવા માટે તૈયારી કરી રહી છે. દેશમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૫૦થી વધારે રુકી રેસરોને તાલીમ આપી ચૂકેલ હોવાથી આગામી તાલીમ સત્રમાં યુવા રેસરોને તથા મહત્ત્વાકાંક્ષીઓને મોટરસાઇકલ રેસિંગ માટે પોતાના ઉત્સાહને દર્શાવવા માટે પ્રેરણા આપવામાં આવશે.

આ પ્રસંગે બોલતાં TVS મોટર કંપનીના હેડ-બિઝનેસ શ્રી વિમલ સુમ્બલીએ જણાવ્યું હતું કે, “1982થી TVS રેસિંગ ભારતમાં મોટરસ્પોર્ટ્સ સંસ્કૃતિને વિકસાવવામાં અગ્રેસર રહી છે. અમારી વન-મેક-ચેમ્પિયનશિપ સાથે અમે લિંગ અને વયજૂથોના રેસિંગના ઉત્સાહી ખેલાડીઓને તેમની મોટરસ્પોર્ટ્સ કારકિર્દીનાં શ્રીગણેશ કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ બનાવી આપ્યું છે. ‘વિવિધતાસભર ધ્વજથી ભેદભાવ થતો નથી’– ની અમારી કેન્દ્રસ્થ વિચારધારા સાથે અમે ૨૦૧૬માં મહિલા-ચેમ્પિયનશિપ શરૂ કરનાર સૌપ્રથમ બન્યા છીએ. અમારી રુકી ચેમ્પિયનશિપ એ TVS રેસિંગ ફેક્ટરી રેસર બનવાની પ્રથમ સીડીનું પ્રથમ પગલું છે. અમે એક સર્વગ્રાહી કાર્યક્રમ બનાવ્યો છે, જેમાં સંપૂર્ણ સમર્થન અને ટ્રેક તાલીમનો સમાવેશ થાય છે. સમગ્ર મોટરસ્પોર્ટ્સ સમુદાય દ્વારા તેની વ્યાપક પ્રશંસા થાય છે.”

સિલેક્શન રાઉન્ડના ચાવીરૂપ મહત્ત્વના મુદ્દાઓઃ * તમામ રાઉન્ડમાં પેટ્રોનાસ ટીવીએસ રેસિંગના રાષ્ટ્રીય ચેમ્પિયન દ્વારા યોજાનાર આખા દિવસનો તાલીમસત્રનો સમાવેશ થશે.

* તાલીમનો કાર્યક્રમ સહભાગીઓને તેમનું કૌશલ્ય વધારવા તથા રેસિંગ મોટરસાઇકલ તથા ટ્રેક અંગે પોતાને પરિચિત કરવામાં મદદરૂપ નીવડશે.

* રેસરોને રેસ-સ્પેક TVS અપાચે RTR-200 તથા RR-200 મોટરસાઇકલ પર સ્પર્ધા કરવાની તક મળશે.

* તાલીમ શોર્ટલિસ્ટેડ રેસરોને તેમની શારીરિક તંદુરસ્તી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે અને ૨૦૨૪ ઇન્ડિયન નેશનલ મોટરસાઇકલ રેસિંગ ચેમ્પિયનશિપ (INMRC) પહેલાં તેમની કુશળતાને વધારે સારી બનાવશે.

* સહભાગીઓને રેસિંગ ગિયર્સનો સંપૂર્ણ સેટ પણ મળશે, જેમાં સૂટ, ગ્લોવ્સ અને બૂટનો સમાવેશ (ઉપલબ્ધતાના આધારે) થાય છે.

પસંદગીનાં ધોરણો – મહિલાઓનો વર્ગઃ  ટુ-વ્હીલરનું માન્યતાપ્રાપ્ત લાયસન્સ ફરજિયાત છે; તમામ સહભાગીઓની વય ૧૮ વર્ષથી ઉપરની હોવી જોઈએ (ઉંમર ૧૫-૧૮ના સહભાગીઓએ લેવલ-૧ની FMSCI પ્રમાણિત તાલીમ કોઈ પણ રેસિંગ તાલીમ સ્કૂલમાંથી લીધેલી હોવાની રજૂઆત કરવાની રહેશે.

રુકી વર્ગઃ સહભાગીઓ ૧૫ વર્ષથી ઉપરની વયના અને ૧૮ વર્ષથી નીચેની વયના હોવા જોઈએ (જન્મ જાન્યુઆરી-૨૦૦૯માં કે તે પછી થયેલો હોવો જોઈએ) તથા તેઓ FMSCI દ્વારા માન્ય એવી કોઈ તાલીમ એકેડેમીમાંથી લેવલ-૧ સાથે સર્ટિફાઇડ થયેલ હોવા જોઈએ. રજિસ્ટ્રેશન માટે કૉલ કરોઃ (+91 9632253833)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.