વિરાટ કોહલીના ડુપ્લિકેટને જાેઈ સેલ્ફી લેવા પડાપડી
અયોધ્યા, અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.
રાજનીતિથી લઈને રમત જગતના જાણીતા નામ હાજરી આપવા અયોધ્યા પહોંચ્યા હતા. વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો ન હતો. જાે કે વિરાટના ડુપ્લિકેટે ચોક્કસપણે અયોધ્યામાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ અચાનક એક વ્યક્તિ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરીને અયોધ્યાના રસ્તા પર આવી ગયો હતો. આ વ્યક્તિ દેખાવામાં ઘણી હદ સુધી વિરાટ કોહલી જેવો લાગી રહ્યો હતો. તેની જર્સી પર પણ વિરાટ લખ્યું હતું.
યુવાઓએ આ વ્યક્તિ સાથે સેલ્ફી લેવા માટે તેને ઘેરી લીધો હતો. કોહલીના ડુપ્લિકેટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે રમાનાર ૫ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચથી બહાર થઇ ગયો છે. અંગત કારણોસર વિરાટ બીસીસીઆઈથી બ્રેક માંગ્યો હતો. બીસીસીઆઈપોતે આ અંગે માહિતી આપી હતી. જાે કે બોર્ડે હજુ સુધી તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. SS2SS