મ્યુનિ.ભાજપના હોદ્દેદારોની નબળાઈ અને જૂથવાદના પરિણામે કમિશ્નર વધુ મજબુત બન્યા
ગાંધીનગરમાં જુથબંધી ચરમસીમાએઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સર્વોપરીતા સાબિત કરવાની હોડ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનમાં દસ દિવસ અગાઉ થયેલ ‘સ્ટુપીડ’ વિવાદ બાદ કમિશ્નર વધુ મજબુત બન્યા છે. મ્યુનિસિપલ ભાજપના કોર્પોરેટરોએ પ્રદેશ હોદ્દેદારો અને મુખ્યમંત્રી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર વિરૂધ્ધ ફરીયાદ કરી હતી. પરતુ પરિણામ શૂન્ય રહ્યુ છે. મ્યુનિસિપલ ભાજપના હોદ્દેદારોની નબળી કામગીરી અને જુથબંધીના પરિણામે જ ભાજપ મોવડી મંડળ કમિશ્નરની બદલી કરવા તૈયાર નથી.
મ્યુનિસિપલ કોર્પોેરેશનના નવા પશ્ચિમ ઝોનમાં ચૂંટાયેલી પાંખ (શાસક) અને વહીવટી તંત્રની દસ દિવસ પહેલાં બેઠક મળીહ તી. જેમાં જાધપુરના કોર્પોરેટરે રોડ-રસ્તા મામલે રજુઆત કર્યા બાદ મામલો ઉગ્ર બની ગયો હતો. તથા મ્યુનિસિપલ કમિશ્નરે ભાજપના કોર્પોરેટરને ‘સ્ટુપીડ’ કહ્યા બાદ વાક આઉટ પણ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નરની સદર વર્તણુંકથી કોધિત થયેલ ભાજપના રર કોર્પોરેટરો તાત્કાલિક પાર્ટીના વડીલ સુરેન્દ્રકાકા પાસે દોડી ગયા હતા. તથા મીટીંગ થયેલ. અને ઘટનાની વિગતવાર રજુઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી સમક્ષ જઈને પણ હૈયાવરાળ ઠાલવી હતી.
સુત્રોએ જણાવ્યા અનસાર મ્યુનિસિપલ ભાજપના એક સીનિયર હોદ્દેદારે આ મુદ્દે મુખ્યમંત્રી સાથે તડાફડી પણ કરી હતી. આ તમામ ઘટનાક્રમને દસ દિવસ પુરા થઈ ગયા છે તે દરમ્યાન સીનિયર અધિકારીઓ ની બદલી પણ થઈ છે. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર ની ખુરશી યથાવત રહી છે. મ્યુનિસિપલ ભાજપના સીનિયર કોર્પોેરટરોને અપશબ્દ કહ્યા બાદ પણ કમિશ્નરની બદલી ન થવા પાછળનું મુખ્ય કારણ વર્તમાન હોદ્દેદારોની નબળી કામગીરીને માનવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યા અનુસાર વર્તમાન હોદ્દેદારોએ પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ કામ તત્કાલિન કમિશ્નરની બદલી કરવાનું કર્યુ હતુ. પૂર્વ કમિશ્નર મુકેશકુમાર સામે અઢળક ફરીયાદો કરીને તેમની ટ્રાન્સફર કરાવી હતી.
ત્યારબાદ તેમના સ્થાને વર્તમાન કમિશ્નરે પદભાર સંભાળ્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નરે હોદ્દો ગ્રહણ કર્યા બાદ જે પણ નિર્ણય લીધા છે તેમાં ભાજપના હોદ્દેદારોએ મુક સંમતિ જ આપી છે. તેમજ બંધબારણે પણ વિરોધ કરવાની હિંમત દાખવી નથી. મ્યુનિસિપલ કમિશ્નરે હોદ્દદારોને જાણ કર્યા વિના જ સી.જી.રોડની ડીઝાઈન તૈયાર કરાવી હતી.
તેમજ પોલીસ વિભાગને સાથે રાખીને ‘જેટ’ની પણ શરૂઆત કરી હતી. ‘જેટ’ની જાહેરાત થયા બાદ પણ મ્યુનિસિપલ હોદ્દેદારે તેનો વિરોધ કર્યાે નહતો. જેના કારણે ‘પ્રજા પાસેથી દંડ પેટે ખુબ જ મોટી રકમ વસુલ થતી હતી. પ્રજાના પ્રચંડ વિરોધ બાદ જ કમિશ્નરે દંડની રકમમાં ઘટાડો કર્યો છે. પરંતુ ‘જેટ’માં કયા નિયમો અંતર્ગત દંડ લેવામાં આવી રહ્યો છે તેનો જવાબ પણ કમિશ્નર આપવા તૈયાર નથી. તથા ભાજપના હોદ્દેદારો આ પ્રશ્ન પૂછવાની નૈતિક હિંમત દાખવી શક્યા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની બાકી રકમ પર ૧૮ ટકા વ્યાજ વસુલ કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા વર્ષોથી વ્યાજમાં ઘટાડો કરવા રજુઆત કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્ય સરકારે વ્યાજ ઘટાડો કરવા સંમતિ આપી નથી. પરંતુ તેની સામે કરદાતાઓને રીબેટ આપવા સુચન કર્યા હતા. જે મુજબ મનપા દ્વરા દર વર્ષેે રીબેટ યોજના જાહેર કરવામાં આવતી હતી.
મ્યુનિસિપલ કમિશનરે નાના વેપારીઓ માટે ફાયદાકારક રીબેટ યોજના બંધ કરી છે સાથે સાથે ‘ખાલીબંધ” યોજનાની ૧પ૦૦ ફાઈલો અભરાઈએ મુકી છે. પ્રજા વિરોધી નિર્ણય હોવા છતાં હોદ્દેદારો અને સીનિય્ર કોર્પોરેટરો મૌન રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણના નામે પ્રજા પર રૂ.૮પ કરોડનો બોજ નાંખ્યો છે. કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક સ્થાનો પાસેથી પણ ટેક્ષ લેવાની શરૂઆત કરાઈ છે. પરંતુ ભાજપના આક્રમક સીનિયર નેતાઓ કોઈ હરફ સુધ્ધા બોલવા તૈયાર નથી.
મ્યુનિસિપલ કમિશ્નરે પ્રજા પર આર્થિક ભારણ વધે એવા નિર્ણયો કર્યા છે તેની સાથે સાથે પ્રજાલક્ષી કામો પર પણ બ્રેક મારી દીધી છે. મ્યુનિસિપલ કમિશ્નરે પદભાર સંભાળ્યા બાદ રોડ, લાઈટ, પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે નક્કર આયોજન કર્યા નથી. ચોમાસાની સિઝન દરમ્યાન ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. તથા ર૦૧૯માં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા – ટાઈફોઈડના સૌથી વધુ કેસ પણ નોંધાયા છે.
મ્યુનિસિપલ કમિશ્નરના કાર્યકાળ દરમ્યાન જ ર૦૦૮ બાદ જનર્માર્ગમાં સૌથી વધુ ફેટલ અકસ્માત થયા છે. મ્યુનિસિપલ કમિશ્નરે નિષ્ફળતા છુપાવવા માટે કોર્પોેરશનને પ્રયોગશાળા બનાવ્યુ છે. આસિસ્ટન્ટ કમિશ્નરોને ડેપ્યુટી કમિશ્નરના ચાર્જ સોંપીને કામગીરી ઠપ્પ થાય એવા નિર્ણય લીધા હતા. હવે વિકેન્દ્રીકરણ કરવાના નામે તમામ સત્તાઓ આસિસ્ટન્ટ કમિશ્નરોને સોંપવામાં આવી છે.
ટ્રાફિકની સમસ્યા હળવી થાય એ માટે જનમાર્ગ કોરીડોરમાં ‘લાલ બસ’ દોડતી હતી. પાંજરાપોળ અકસ્માત બાદ ઢાંકપિછોડો કરવા માટે કોરીડોરમાંથી ‘લાલ બસ’ને દૂર કરવામાં આવી છે. પરંતુ એસટીને યથાવત રાખી છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતામાં બેરોકટોક ચાલી રહેલ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરીને ડાયરેક્ટરને પ્રોત્સાહન આપ્યુ છે તથા પીરાણા ડમ્પ સાઈટને દૂર કરવા નક્કર પગલાં લીધા નથી. પીરાણા પર ટ્રા-મીલ મશીન મુકવામાં આવ્યા છે. જેના કારણે માત્ર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જ ફાયદો થઈ રહ્યો છે. એવી જ રીતે સાબરમતી શુદ્ધિકરણ, ડિજીટલ પેમેન્ટ જેવા અનેક દાવા કરવામાં આવ્યા હતા એ સમયે મ્યુનિસિપલ હોદ્દેદારો પણ તેમની સાથે બિરાજમાન હતા પરંતુ આ તમામ મુદ્દે તેઓ મૌન જ રહ્યા હતા.
છેલ્લા દોઢ વર્ષથી નાના ઓટલા અને દિવાલો તૂટી રહ્યા છે. પરંતુ નજર સામે દેખાતા ગેરકાયદેસર બાંધકામ તૂટતા નથી. પા‹કગ અને સ્વચ્છતાના નામે પ્રજાને દંડવામાં આવી રહી છે. પરંતુ પ્રજાકીય કામો થતાં નથી. તેમ છતાં ભાજપના હોદ્દેદારો દ્વારા કમિશ્નરની ખોટી જાહેરાતોનો વિરોધ કરવામાં આવ્યો નહોતો. તથા અટકી પડેલા પ્રજાકીય કામોનો હિસાબ પણ માંગવામાં આવ્યો નથી.
મ્યુનિસિપલ ભાજપના હોદ્દેદારોની આ નબળાઈનો ફાયદો કમિશ્નરને મળ્યો છે. સાથે સાથે ગાંધીનગરની જુથબંધીએ પણ મહ¥વની ભૂમિકા ભજવી છે. મ્યુનિસિપલ ભાજપના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં ર૦૧૪ પહેલા માત્ર પાર્ટીને જ કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવામાં આવતા હતા. ર૦૧૪ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
તથા જુથવાદ વકરી રહ્યો છે. ગાંધીનગરમાં જેટલા નેતા એટલા જુથ જેવો માહોલ જાવા મળે છે. તથા તમામ નેતાઓ તેમની સર્વોપરીતા સાબિત કરવા એડીચોટીનું જાર લગાવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ગાંધીનગરની સીધી અસર જાવા મળી રહી છે. નવા પશ્ચિમ ઝોનમાં થયેલ ‘સ્ટુપીડ’ વિવાદ પણ આ પ્રકારે ‘સર્વોપરિતા’ સાબિત કરવાનો નિર્થક પ્રયાસ હતો. ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોની લડાઈનો સીધો ફાયદો કમિશ્નરને થયો છે તથા તેઓ વધુ મજબુત થયા છે. નવા પશ્ચિમ ઝોન વિવાદ બાદ પ્રજાકીય કામો થાય કે ન થાય પરંતુ કમિશ્નરનો વિરોધ તો નહીં જ થાય તેમ જાણકાર સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.