Western Times News

Gujarati News

અમદાવાદમાં SRPની રર ટુકડીઓ તૈનાત

 

અમદાવાદ બંધ ના એલાનના પગલે પોલીસને સ્ટેન્ડ ટુ નો આદેશઃ બીલના વિરોધમાં અપાયેલા બંધ ના એલાનના
પગલે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ

(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારે નાગરિકતા અધિકાર બીલ માટે કાયદો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે બીજીબાજુ દેશના કેટલાક ભાગોમાં આ બીલના વિરોધમાં ઉગ્ર દેખાવો થઈ રહયા છે અને પોલીસ દ્વારા તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તરના કેટલાક રાજયોમાં ઉગ્ર દેખાવો બાદ હવે ગુજરાતમાં પણ વિવિધ સંગઠનો દ્વારા આ બીલનો વિરોધ કરવામાં આવી રહયો છે.

છેલ્લા બે ત્રણ દિવસથી શાંતિપૂર્ણ દેખાવો બાદ ગઈકાલે સાંજે સ્વૈચ્છિક  સંગઠનોની મળેલી બેઠકમાં આજે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે સવારથી જ શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વિરોધ પ્રદર્શન કરતા લોકોની ધરપકડનો દોર પણ શરૂ કરી દેવાયો છે. શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  જળવાઈ રહે તે માટે એસઆરપીની રર ટીમો તૈનાત કરી દેવાઈ છે અને પોલીસને સ્ટેન્ડ ટુ નો આદેશ આપી દેવામાં આવ્યો છે.

બંધ ના એલાનના પગલે ગઈકાલ મોડી રાત સુધી શહેર પોલીસ કમિશ્નરની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી અને તેમાં તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓની રજા રદ્દ કરી ફરજ પર હાજર થઈ જવા આદેશ આપવામાં આવ્યો છે અને આજે સવારથી જ શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, મુખ્ય બજારો તથા જાહેર સ્થળો પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના કેટલાક વિસ્તારો સવારથી જ બંધ જાવા મળી રહયા છે. જયારે કોર્ટની બહારના વિસ્તારમાં જનજીવન રાબેતા મુજબ જાવા મળી રહયું છે.

કોલેજ બંધ કરાવવા નીકળેલા વિદ્યાર્થીઓની ધરપકડ:  અમદાવાદ શહેરમાં નાગરિકતા અધિકાર બીલ ના વિરોધમાં ગઈકાલે સાંજે વિવિધ સંગઠનોની મળેલી બેઠકમાં અમદાવાદ બંધ નું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે પોલીસ એલર્ટ થયેલી છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે સવારથી જ તમામ શાળા-કોલેજાની બહાર પોલીસ ટીમો બંદોબસ્તમાં જાવા મળી રહી છે. બળજબરીપૂર્વક શિક્ષણ સંસ્થાઓ બંધ કરાવવા આવનારની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાનમાં સવારે સી.યુ.શાહ કોલેજ પાસે કેટલાક વિદ્યાર્થીઓ દેખાવો કરવા લાગતા પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ જીપમાં બેસાડી દેવામાં આવ્યા હતાં.

લોકસભા અને રાજયસભામાં બહુમતીથી નાગરિકતા અધિકાર બીલ પસાર થઈ ગયા બાદ હવે તેનો કાયદો બનાવવામાં આવી રહયો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આ બીલનો ઉગ્ર વિરોધ કર્યો છે જેના પગલે પશ્ચિમ બંગાળ, આસામ, દિલ્હી સહિતના રાજયોમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા છે. આસામમાં જનજીવન પુનઃ ધબકતુ થઈ ગયું છે.

જયારે પશ્ચિમ બંગાળમાં પણ ધીમે ધીમે પરિસ્થિતિ  થાળે પડી રહી છે. જાકે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં હિંસક ઘટનાઓના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય સતર્ક બની ગયું છે અને તમામ રાજય સરકારોને એલર્ટ કરી દેવાઈ છે.
બીલના વિરોધમાં હવે ગુજરાતમાં પણ દેખાવો થવા લાગ્યા છે

ગઈકાલે અમદાવાદ શહેરમાં વિવિધ સંગઠનોની બેઠક મળી હતી આ બેઠકમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા જેમાં સૌ પ્રથમ આજે ગુરૂવારે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગઈકાલ સાંજે બંધનું એલાન જાહેર કરાતા રાજયનું ગૃહવિભાગ સતર્ક બની ગયું હતું અને અધિકારીઓની તાકિદે બેઠક બોલાવવામાં આવી હતી.


બીજીબાજુ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે પણ શહેરના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે ભાંગફોડ કરતા તત્વોની ધરપકડ કરવામાં આવે.

ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજે સવારથી જ શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને જાહેર સ્થળો ઉપર પણ પોલીસ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ગઈકાલ રાતથી પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આજે સવારથી જ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં એસઆરપીની કુલ રર કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને શહેરના કોર્ટ વિસ્તારમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કાલુપુર ટાવર રોડ

શહેરના મુખ્ય બજારો ગણાતા રિલીફ રોડ, ગાંધી રોડ, માણેકચોક સી.જી.રોડ, સહિતના વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પરિÂસ્થતિ પર નજર રાખી રહયા છે અને જે કોઈપણ શખ્સો બળજબરીપૂર્વક બંધ કરાવવા આવે તેની ધરપકડ કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે સવારથી જ પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગ કરી રહયા છે.

જુહાપુરા, રાયખડ, જમાલપુર સહિતના વિસ્તારો બંધ : અમદાવાદ શહેર બંધ ના એલાનના પગલે સવારથી જ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું બંધ ના એલાનને કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ પ્રતિસાદ સાંપડયો હતો ખાસ કરીને જમાલપુર, રાયખડ, જુહાપુરા સહિતના વિસ્તારો સવારથી જ સંપૂર્ણપણે બંધ જાવા મળ્યા હતાં આ વિસ્તારોમાં તમામ દુકાનો અને બજારો બંધ રહી છે. બીજીબાજુ પોલીસ અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ શરૂ કરાયું છે. શહેરના નદી પારના વિસ્તારોમાં બંધ ની અસર જાવા મળી નથી. પરંતુ કોર્ટ વિસ્તારમાં બંધની અસર જાવા મળી રહી છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે દુકાનો ખુલવા પામી ન હતી જયારે કેટલાક દુકાનદારોએ સ્વૈચ્છિક   રીતે જ બંધ રાખી હતી. જાકે આ તમામ મુખ્ય બજારોમાં સવારથી જ પાંખી હાજરી જાવા મળી રહી છે. ખરીદી માટે પણ નાગરિકોએ કોર્ટ વિસ્તારમાં જવાનું ટાળ્યુ છે.

બીજીબાજુ વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ આ બીલના વિરોધમાં દેખાવો કરવામાં આવનાર છે જેના પગલે  ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસ.આર.પી.ના જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાયા છે. શહેરના રાયખડ, જમાલપુર, સહિતના વિસ્તારો સવારથી જ સંપૂર્ણપણે બંધ જાવા મળી રહયા છે. કેટલાક યુનિયનોએ પણ બંધ ના એલાનને ટેકો આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.