Western Times News

Gujarati News

બજેટમાં કપાતની મર્યાદા ૨.૫૦ લાખ થવાની આશા

નવી દિલ્હી, ર્નિમલા સીતારામન ૧ ફેબ્રુઆરીએ બજેટ ૨૦૨૪ રજુ કરશે. અંતિમ બજેટ રજુ થવાને બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તેમને પહેલાથી જ એ સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે બજેટમાં ખાસ ફેરફાર જાેવા નહિ મળે. તેમ છતાં લોકોને ટેક્સમાં રાહત બાબતે થોડી આશા છે.

હાલમાં, કલમ ૮૦સીસીઆઈમુજબ, કલમ ૮૦સી, ૮૦સીસીસીઅને ૮૦ સીસીડી(૧) હેઠળ ઉપલબ્ધ મહત્તમ મર્યાદા પ્રતિ વર્ષ રૂ. ૧.૫૦ લાખ છે. ૨૦૧૪માં રૂ. ૧.૫૦ લાખની આ મર્યાદાને સુધારીને રૂ. ૧ લાખ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે રૂ. ૨.૫૦ લાખ સુધી થઈ શકે છે.

વર્ષ ૨૦૧૪ના ઓલ્ડ ટેક્સ રિજિમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર ન થયા , જેના કારણે લોકો પર ટેકસનો બોજાે વધી રહ્યો છે. એવામાં હવે ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની આશા છે.

જૂની ટેક્સ સિસ્ટમ પ્રમાણેના હાલના ટેક્સ સ્લેબ
– ૩ લાખ સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ
– ૩-૬ લાખ રૂપિયા સુધીની આવક પર લાગશે ૫ ટકા ટેક્સ
– ૬-૯ લાખ રૂપિયા સુધીની આવક પર લાગશે ૧૦ ટકા ટેક્સ
– ૯-૧૨ લાખ રૂપિયાની આવક પર ૧૫ ટકા વ્યાજ
– ૧૨-૧૫ લાખ રૂપિયાની આવક પર ૨૦ ટકા વ્યાજ
– ૧૫ લાખ અને તેનાથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ

હાલમાં ૬૦ ટકા સુધીની રકમ ઉપાડવા પર કોઈ ટેક્સ લાગતો નથી. પાકતી મુદત પૂરી થવા પર, રકમના ૬૦ ટકા સુધી ઉપાડવાની પરવાનગી આપવામાં આવે છે. બાકીની ૪૦ ટકા રકમમાંથી એન્યુટી લેવામાં આવે છે. જે ટેક્સ હેઠળ આવે છે. આવી સ્થિતિમાં તેને ટેક્સ પર છૂટ હેઠળ લાવવામાં આવે તેવી માંગ છે.

આવકવેરા કાયદાની કલમ ૮૦સીહેઠળ, રહેણાંક મકાન માટે હોમ લોનની મૂળ રકમની ચુકવણી માટે કરપાત્ર આવકમાંથી રૂ. ૧.૫ લાખ સુધીની કપાતની મંજૂરી છે. જાે કે જીવન વીમા યોજના, સરકારી યોજના અને અન્ય સહિત અન્ય કોઈપણ યોજનાઓ હેઠળ પણ આ કપાત લઈ શકાય છે.

આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકોને રાહત આપવા માટે, હોમ લોનની ચુકવણી માટે એક અલગ ટેક્સ બાબતે છૂટછાટ રજૂ કરવામાં આવી શકે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.