રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપનની ડબલ્સની સેમિફાઈનલમાં પહોંચ્યો
મેલબોર્ન, ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ૪૩ વર્ષની ઉંમરે ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં રોહન બોપન્ના અને મેટ એબડેનની જાેડી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. બોપન્ના અને એબડેને ક્વાર્ટર ફાઈનલમાં આજેર્ન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેની હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
આ જીત સાથે રોહન બોપન્ના અને મેટ એબડેન મેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલ મેચમાં આજેર્ન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો સામનો રોહન બોપન્ના અને મેટ એબડેન સામે થયો હતો. પરંતુ રોહન બોપન્ના અને મેટ એબડેને આર્જેન્ટીનાના ખેલાડીઓને જીતવાની કોઈ તક આપી ન હતી.
મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો ૬-૪, ૭-૬ (૭-૫)થી પરાજય થયો હતો. આ રીતે બોપન્ના અને એબડેનની જાેડી ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઉપરાંત રોહન બોપન્ના અને મેટ એબડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર-૧ પર પહોંચી ગયા છે.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતી જાેડીએ નેધરલેન્ડના વેસ્લી કૂલહોફ અને ક્રોએશિયાના નિકોલા મેકટિકની જાેડીને સીધા સેટમાં હરાવી હતી. આ મેચમાં રોહન બોપન્ના અને મેટ એબડેનની જાેડીએ દુનિયાની નંબર-૧ જાેડી વેસ્લી કૂલહોફ અને નિકોલા મેકટિકને ૭-૬, ૭-૬થી હરાવ્યા હતા. SS2SS