કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાવાની વાત અર્જુન મોઢવાડિયાએ નકારી
અમદાવાદ, છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ શકે છે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અહેવાલ મળ્યા હતા કે અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જાેડાઈ શકે છે. જાેકે, હવે તેમણે સ્પષ્ટતા કરીને આ વાત નકારી કાઢી છે.
આ દરમિયાન તેમણે પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે આ અંગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર પોસ્ટ કરતા લખ્યું હતું કે ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જાેડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.’ SS2SS