Western Times News

Gujarati News

રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા કોંગ્રેસી આગેવાન સુલેમાન પટેલની અટકાયત

ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે વડોદરાની સ્કાય લાઈટ હોટલ માંથી ઝડપી લીધો

(પ્રતિનિધિ)ભરૂચ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામે નવરાત્રીમાં ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી કોંગી આગેવાન સુલેમાન પટેલની ભરૂચ ન્ઝ્રમ્ એ વડોદરાની સ્કાય લાઈટ હોટલમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામના પાદરે ઓક્ટોબર ૨૦૨૩ માં બેસેલાં લોકો પર અગાઉ થયેલી તકરારમાં સમાધાન થયું હોવા છતાં પાંચ શખ્સોએ આવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તે જોલવાના રહીશ અને બે વખત કોંગ્રેસના વાગરા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર રહી ચુકેલાં સુલેમાન પટેલના કહેવાથી આરોપીઓએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી હતી.જેના પગલે દહેજ પોલીસે સુલેમાન પટેલ સહિત ૬ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

જીવલેણ હુમલામાં હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી ૫ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.જ્યારે કાવતરું રચનાર મુખ્ય આરોપી સુલેમાન પટેલ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી અને ઝડપાયેલા ૫ આરીપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. ભરૂચ કોર્ટે સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.

જોકે હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી જ બરતરફ કરી દીધી હતી. આ ગંભીર ગુનામાં ભાગેડું સુલેમાન પટેલ સામે વાગરા કોર્ટ માંથી ઝ્રઇઁઝ્ર ૭૦ મુજબ ધરપકડ વોરંટ ઈસ્યુ કરાયું હતું.બીજી તરફ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી.એમ.વાળાને બાતમી મળી હતી કે મારમારીનું કાવતરું રચનાર મુખ્ય આરોપી વોન્ટેડ આરોપી સુલેમાન મુસા પટેલ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં છુપાયેલ છે.

જેના આધારે ભરૂચ એલસીબી ની ટીમે સ્કાય લાઈટ હોટલમાં દરોડો પાડી સુલેમાન પટેલની ધરપકડ કરી હતી.આજે ભરૂચ પોલીસવડા કચેરી ખાતે ભરૂચના ડીવાયએસપી સી.કે.પટેલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે પોલીસ પકડથી બચવા ૩ મહિના સુધી સુલેમાન પટેલે પ્રથમ અમરેલી ત્યાર બાદ કુલુ-મનાલી અને મહારાષ્ટ્રની અલગ અલગ અલગ હોટલોમાં આશરો લીધો હતો. તો એને કોર્ટમાં રજૂ કરી કોને કોને મદદગારી કરી હતી જેવા મુદ્દાને લઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.