માલધારી સમાજ અને ઠાકોર સમાજ સરકાર સામે 10 માંગણીઓને લઈને લડી લેવાનાં મૂડમાં
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે એક તરફ મા અંબાના ચાચરચોકમાં પૂનમ પર્વની ઉજવણી થવાના થોડા જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજ પણ રાજકીય પક્ષોને ચેતવણી આપતું હોય તેવા ૧૦ મુદ્દાઓ રજૂ કરીને ખળભળાટ મચાવ્યો છે.
વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી ખાતે ઓબીસી સમાજના આગેવાનો પોતાની ટીમ સાથે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવ્યા હતા અને માના મંદિરમાં દર્શન કર્યા હતા અને પોતાની આગામી રણની તી વિશે મીડિયા સાથે વાત કરી હતી.
૨૦૨૪ લોકસભા ચૂંટણીનુ બ્યુગલ વાગી ગયું છે,આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે,ત્યારે રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીઓમા લાગી ગયા છે. ત્યારે કેટલાક સામાજિક સંગઠનો પણ ૨૦૨૪ ની ચૂંટણીનો લાભ મળી જાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે. ખાસ કરીનેમ્ઝ્ર સમાજ પોતાની રણનીતિ બનાવી સરકાર પાસે પોતાના સમાજના કામ કઢાવી લેવાના વેતરણમા લાગ્યા છે,
ત્યારે ઠાકોર સમાજ અને માલધારી સમાજના પ્રદેશ પદાધિકારીઓ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા અને માતાજી ના દર્શન કરી આવતી કાલે હોમ હવન પણ અંબાજી ખાતે કરશે. ખાસ કરીને માલધારી અને ઠાકોર સમાજ ને ન્યાય અપાવવા આ બંને સમાજો એક થઇ રાષ્ટ્રીય પક્ષો પાસે ને હયાત સરકાર પાસે ૧૦ પ્રશ્નો ની માગણી કરી છે.
૧૦ મુદ્દાઓઃ- ૧. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની ૨. ગાયને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવાની માંગ, ગાય માટે કાળો કાયદો રદ કરવો અને લાયસન્સ પ્રથા રદ કરવી ૩. ઓબીસી આયોગ ની રચના કરવી ૪. ઓબીસી બોર્ડ નિગમોમાં ૧૦૦૦ કરોડની ફાળવણી કરવી ૫. દરેક સરકારી સંસ્થાઓમાં ઓબીસી રિઝર્વેશન આપવામાં આવે, ૫૦% મહિલાઓને અનામત મળે
૬. ગૌચર ખુલ્લા કરવા ગૌચર ખુલ્લા કરવા અને વાડા દસ્તાવેજી કરવા ૭. ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સબંધી નો કડક અમલ કરવો ૮. દરેક પાંચ ગામ વચ્ચે પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ પૂરી પાડવામાં આવે ૯. ઓબીસી ની વસ્તી પ્રમાણે સરકારી બિનસરકારી અને ખાનગી સેક્ટરમાં રોજગારીની અનામત આપવી ૧૦. પશુપાલકોને ખેડૂતોનો દરજ્જો આપવો, બોર્ડ નિગમોમાં તાત્કાલિક ચેરમેનની નિમણૂક.